Home Social પોલીસે એસટી બસમાં ચેકીંગ કરી તો ખ્યાલ આવ્યો કે ૧૩ વર્ષના એ...

પોલીસે એસટી બસમાં ચેકીંગ કરી તો ખ્યાલ આવ્યો કે ૧૩ વર્ષના એ બાળક સાથે કોઈ નહોતું!!! પછી શું થયું?

2552
SHARE
માનવ તસ્કરી અને બાળકોની ઉઠાંતરીના બનાવો વચ્ચે કયારેક અપવાદરૂપ બનતા કિસ્સાઓએ દર્શાવે છે કે માનવીય સંવેદના હજીયે જીવંત છે વાત આડેસર ચેકપોસ્ટની છે, પેટ્રોલીંગ દરમ્યાન આડેસર પોલીસે અન્ય વાહનોની સાથે રાધનપુરથી ગાંધીધામ આવતી એસટી બસની પણ ચેકીંગ કરી હતી જોકે, ચેકીંગ દરમ્યાન પોલીસને જોઈ ૧૩ વર્ષનો એક બાળ પ્રવાસી રડવા લાગ્યો એકાએક બાળકને રડતા જોઈને પોલીસને પણ આશ્ચર્ય થયું. પણ, જયારે પોલીસે એ બાળકની પૂછપરછ કરી ત્યારે પોલીસને આશ્ચર્યની સાથે આંચકો પણ લાગ્યો. કારણ? ૧૩ વર્ષનો એ બાળક એસટી બસમા એકલોજ મુસાફરી કરી રહ્યો હતો. ક્યાં જવું ? કેવી રીતે જવું ? એ તમામ બાબતો થી અજાણ આ બાળ પ્રવાસી પોલીસની ખાખી વરદી જોઈને ડરના માર્યા પોતાનું નામ પણ ભૂલી ગયો. જોકે, આડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. બી. ચૌધરીએ કુનેહપૂર્વક કામ લઈને એ બાળકને સાંત્વના આપી પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. પણ, પોલીસ માટે વાત આટલે થી ક્યાં પુરી થાય તેમ હતું , ગભરાયેલો આ બાળક કોણ છે? ક્યાંનો છે? તેના મા બાપ અને ઘરનો અતોપતો શોધવો એ પડકાર રૂપ કામ હતું.

ચાઈલ્ડ કોર્નરે કર્યું કામ..

ગભરાયેલા આ બાળકને આડેસર પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ કોર્નર મા લઈ જઈ ને પોલીસે પહેલા તો એ બાળકનો ડર દૂર કર્યો. તેને હૂંફ આપી. ધીરે ધીરે પીએસઆઇ જે.બી. ચૌધરી એ બાળકનો વિશ્વાસ જીતવા મા સફળ થયા, એ બાળકે પોતાનું નામ ભીમા બાબુભાઇ ઠાકોર હોવાનું અને પોતે થરાદ ના ચામુંડા નગર માં રહેતો હોવાનુ જણાવ્યું. આડેસર પોલીસે બાળકની માહીતી ને આધારે તપાસ કરી તો બાળકના પરિવારનો પતો મળી ગયો. થરાદ થી ભાભર ગયેલો ભીમો પોતાના પરિવાર થી વિખૂટો પડીને રાધનપુર-ગાંધીધામ એસટી બસ મા ચડી ગયો હતો. જોકે, આડેસર પોલીસના ફોન ને પગલે ભીમાના પરિવારજનો ને પણ હાશ થઈ. તેના માતા પિતા અને પરિવારજનો ભીમા ને શોધવા દોડધામ કરી રહ્યા હતા. આમ, ૧૩ વર્ષના બાળ ભીમા અને તેના પરિવાર માટે પોલીસ ખરા અર્થમાં મિત્ર સાબિત થઈ. તો, આડેસર પોલીસ સ્ટેશન નું ચાઈલ્ડ કોર્નર પણ બાળ ભીમા માટે અને પોલીસ કર્મીઓ માટે સેતુરૂપ બન્યું . માનવીય સંવેદનાભર્યા આ કાર્ય મા આડેસર પીએસઆઇ જે.બી. ચૌધરી, યુએસસી બલભદ્રસિંહ ઝાલા, પોલીસ કર્મચારીઓ મહેશ પટેલ, નટવરજી ઠાકોર, દિપાભાઈ રબારી, ભાણજીભાઈ પ્રજાપતિ સહયોગી બન્યા હતા.