
આમતો ગુજરાત અને કચ્છ એ ફિલ્મી કલાકારો માટે એક નવુ ડેસ્ટીનેશન બન્યુ છે. ફિલ્મનુ પ્રમોશન હોય કે પછી ફિલ્મનુ શુટીંગ હોય, કચ્છ હમેંશા આકર્ષણનુ કેન્દ્ર રહ્યા છે. જો કે અચાનક કોઇ જાહેર બઝારમા કોઇ ફિલ્મ કલાકાર આવી ચડે તો નવાઇ લાગે ને !! આવુજ કઇક આજે બપોરે ભુજમાં થયુ દંબગ ગર્લ સોનાક્ષી સિન્હા અચાનક ભુજ આવી પહોંચી અને ટાઉનહોલ નજીક ભરાયેલ બઝારની મુલાકાતે પહોંચી ગઇ થોડા સમય માટે તો લોકો પણ અંચબીત થઇ ગયા કોઇ ઓળખ્યુ નહી તો કોઇ ઓળખ્યા પછી પણ તેના વિચારમા ખાવાયેલા રહ્યા કેમકે અચાનક એકદમ કોઇ ફિલ્મ સ્ટાર આવી પહોંચે તો આવુજ થાય થોડા સમય માટે સોનાક્ષી સિન્હા ત્યા રહી ચણીયાચોળી જોયા ભાવ પુછ્યા અને ત્યાથી વાયુવેગે નિકળી પણ ગઇ જો કે ખરીદી માટે આવેલા અન્ય ગ્રાહકો માટે આ સરપ્રાઇઝ હતી. કેમકે ખરીદીની સાથે ફિલ્મ સ્ટારને નજીકથી જોવાનો મોકો મળે તો મઝા જ કઇક ઔર હોય જો કે તેના કચ્છના કાર્યક્રમ અંગે કોઇ સત્તાવાર વિગતો સામે આવી નથી. પરંતુ કોઇ ખાનગી ન્યુઝ ચેનલના એક કાર્યક્રમ શુટ માટે તે કચ્છ આવી હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. તો તે રાત્રી રોકાણ ભુજ મીરઝાપર રોડ પર આવેલી એક હોટલમાં કર્યુ હોવાનુ પણ સામે આવ્યુ છે. જો કે ન્યુઝ4કચ્છના કેમેરામાં તે આબાદ ઝડપાઇ ગઇ હતી.