Home Current કુદરતનો કરિશ્મા,કચ્છમા મેઘવાદળી દેખાઈ!! – વરસાદ આવે તેવા સંકેત??

કુદરતનો કરિશ્મા,કચ્છમા મેઘવાદળી દેખાઈ!! – વરસાદ આવે તેવા સંકેત??

2510
SHARE
આસો મહિનામાં પણ ભારે તાપ વચ્ચે હવામાન ના બદલાયેલા વરતારાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કચ્છના આકાશમાં સર્જાયેલ કુતુહુલ તરફ જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરે ધ્યાન દોર્યું છે. સામાન્ય રીતે સુર્ય ની ફરતે વાળો બપોર ના સમયે હોય ત્યારે સંપુર્ણ ગોળ દેખાય પરંતું આજે સાંજે સૂર્યની ઉત્તરે તેમજ દક્ષિણે અલગ અલગ રંગ ની ઝાંખી વક્ર લાકડી જેવી વાદળી નો આકાર દેખાયો હતો. દક્ષિણ બાજુ ની વાદળી અસ્પષ્ટ હતી જ્યારે ઉત્તર બાજુ ની વાદળી ના રંગો સ્પષ્ટ જોઇ શકાતા હતાં. મથડા ગામે ખેતી કામ કરતા અને પ્રકૃતિ પ્રેમી ઇદ્રિસ ભાઈ એ જાણીતા ખગોળવિદ નરેન્દ્ર ગોરને આ અંગે જાણ કરી હતી. આ બાબતે તેમના જણાવ્યા મુજબ લોક વાયકા મેઘવાદળીનો સંકેત વરસાદ ની એંધાણી બતાવે છે. જોકે,સાંજે સંધ્યા ના રંગો પણ પૂર બહાર મા ખીલ્યાં હતાં જે આ માન્યતા ને જાણે પુષ્ટિ આપી રહયા હોય તેવું જણાતું હતુ. કચ્છમા પાણી નો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે ત્યારે મોડું તો મોડું નેસ નવાણે પાણી આવે તેવી કચ્છી માડુઓને આશા છે ત્યારે જોઈએ કુદરતનો આ કરિશ્મા વરસાદની લોક વાયકાને સાકાર કરે છે કે નહીં?