Home Current છસરા અને મહુવામાં મૃત્યુ પામેલા પાંચ હિન્દુ યુવાનોને ભુજમાં અંજલી : વિશાળ...

છસરા અને મહુવામાં મૃત્યુ પામેલા પાંચ હિન્દુ યુવાનોને ભુજમાં અંજલી : વિશાળ રેલી સાથે રજુઆત 

2622
SHARE
મુન્દ્રાના છસરા ગામે અંગત અદાવતામા ખેલાયેલી ખુની ખેલમા એક તરફ પોલિસ કાર્યવાહી ચાલુ છે બીજી તરફ તેની ન્યાયીક તપાસ અને મૃતકને અંજલી આપવા માટે આજે ભુજમા હિન્દુ સંગઠનોએ શ્રધ્ધાજલીનો કાર્યક્રમ રાખ્યો હતો આમતો પોલિસ વિભાગ દ્વારા અગાઉ આ ઘટનાને લઇને સ્પષ્ટ નિવેદન દેવાયુ છે કે પોલિસે આ ઘટનાની ન્યાયીક તપાસ કરી રહી છે. અને બે કો્મ વચ્ચે નહી પરંતુ બે જુથ્થો વચ્ચેના મનદુખને લઇને ઘટના બની છે. જો કે આજે હિન્દુ સંગઠનોએ આક્રોષ રેલી યોજી હતી અને પોલિસવડા તથા કલેકટરને રજુઆત કરી હિન્દુ યુવકો પર વધી રહેલા હુમલાના વિરોધ સાથે આ ઘટનાઓમાં યોગ્ય અને ઝડપી તપાસ થાય વિશ્ર્વ હિન્દુ પરિષદ,હિન્દુ યુવા સંગઠન સહિતના હિન્દુ સંગઠનોના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમા મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોને જ્યુબેલી ગ્રાઉન્ડમાં શ્રધ્ધાજલી અર્પવા સાથે કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આ બાબતે રજુઆત કરી હતી. અને ઘટનાને વખોડી હતી ત્યાર બાદ પશ્ર્ચિમ કચ્છ પોલીસવડાને આવેદનપત્ર અપાયુ હતુ. હિન્દુ યુવા સંગઠન અને વિશ્ર્વ હિન્દુ પરિષદના રઘુવિરસિંહ જાડેજા,દિગ્ગુભા જાડેજા સહિતના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા તો અંજાર,ભુજ,માંડવી સહિત કચ્છના તમામ વિસ્તારોમાંથી હિન્દુ આગેવાનોએ આ રેલીને ટેકો આપવા સાથે રેલીમાં જોડાઇ સર્મથન આપ્યુ હતુ.