કચ્છમા અત્યારે પ્રવાસીઓના ધસારા વચ્ચે સૌને સફેદરણ માં જતી વેળાએ પરમીટ મેળવવી એ મોટાભાગના પ્રવાસીઓ માટે માથાનો દુઃખાવા જેવી સમસ્યા રહી છે. ભીરંડીયારા ચેકપોસ્ટ ઉપર પરમીટ મેળવવા માટે લાગતી લાંબી લાઈનો ના કારણે પ્રવાસીઓના સમય નો વેડફાટ પણ થતો થતો. તેમાંય ઘણીવાર વિજકાપ અને ઈન્ટરનેટનું નેટવર્ક ધીમું ચાલવાની અને ખોરવાઈ જવાની સમસ્યા પ્રવાસીઓ માટે વધુ મુશ્કેલી સર્જતી હતી. પણ, હવે પ્રવાસીઓ માટે ખુશખબર છે કે, જિલ્લા કલેકટર રેમ્યા મોહને સફેદરણની પરમીટની પ્રક્રીયા આજે ૧૫/૧૧/૧૮ થી ઓનલાઈન કરવાની જાહેરાત કરી છે. હવે, પરમીટ મેળવવા વ્યક્તિ દીઠ ૧૦૦ ₹ ભરવાની તમામ વિધિ અને માહિતી પ્રવાસીઓ ઓનલાઈન કરી શકશે. આ માટે પ્રવાસીઓ વેબસાઈટ www. rannpermit.com ઉપર રજિસ્ટ્રેશન અને ઓનલાઈન પેમેન્ટ ની પ્રક્રીયા પૂર્ણ કરીને સફેદરણ ની પરમીટ મેળવી શકશે.