Home Current સંતવાણી બાદ હવે સદ્દભાવનાથી લોકોને જોડી ગૌ સેવા માટે ભુજથી અભીયાનનો પ્રારંભ

સંતવાણી બાદ હવે સદ્દભાવનાથી લોકોને જોડી ગૌ સેવા માટે ભુજથી અભીયાનનો પ્રારંભ

1057
SHARE
સામાન્ય રીતે લોકો એવુ વિચારતા હોય કે ચુંટણી સમયે જ નેતાઓ તેમના ઘરે વોટ માંગવા આવે છે અને પછી ક્યારેય દેખાતા નથી પરંતુ ભુજમાં આજે એક કાઉન્સીલર અને તેના સાથી મિત્રોએ એક અનોખા સેવાયજ્ઞનો પ્રાંરંભ કર્યો હતો જેને સૌ કોઇ આવકારવા સાથે તેમા સહયોગ આપ્યો હતો અને ન માત્ર ભુજ પરંતુ સમગ્ર કચ્છમાં અછતની સ્થિતીમાં જો આવો ગૌ સેવાનો યજ્ઞ પ્રારંભ કરવામા આવે તો કચ્છમાં અછત સામે લડવાની હિંમત મળી શકે છે અને તેમાં આમ લોકો પણ જોડાઇ શકે છે આજથી ભુજના વોર્ડ નંબર 6થી આ પ્રોજેક્ટની શરૂઆત કરાઇ હતી જેમાં કાર્યક્રમ સ્થળેજ 1.75 લાખથી વધુની ધનરાશી ગૌ સેવાના લાભાર્થે એકઠી થઇ હતી.

જગત વ્યાસ અને તેના મિત્રોએ કરેલી શરૂઆત સરાહનીય

નાગરચકલા મિત્રમંડળના યુવકો અને નગર સેવક જગત વ્યાસને એક વિચાર આવ્યો કે ગૌ સેવા માટે આપણે પણ કઇક કરવુ જોઇએ અને તેમા લોકોને પણ જોડવા જોઇએ અને બસ આજે આશાપુરા મંદિરના સાનીધ્યમાં એક કાર્યક્રમ રાખ્યો અને ગૌ સેવાના એક સારા કાર્યનો પ્રારંભ કર્યો આજથી જગત વ્યાસ અને તેમના સાથી કાર્યક્રરો વોર્ડ નંબર 6માં અલગ અલગ વિસ્તારોમા ફરશે અને ગાયો માટે પૈસા એકત્રીત કરશે પ્રોજેક્ટ અંગે વાત કરતા જગત વ્યાસે કહ્યુ હતુ કે સામાન્ય માણસોને પણ દાન દેવાની ઇચ્છા હોય છે પરંતુ ક્યારેક ઓછી રકમ આપતા સંકોચ થાય છે અને ક્યાં આપવુ તે પણ પ્રશ્ર્ન થાય છે ત્યારે ગૌ સેવા માટે તેઓ ઘરે ઘરે જઇ યથાશક્તિ મુજબ લોકો પાસેથી દાન સ્વીકારશે સાથે પ્લાસ્ટીકમાં કચરો ન નાંખવાની અપિલ પણ કરશે.

ગૌ પુજન માટે ગાયને બોલાવાઇ પરંતુ ભાગી જતા રમુજ ફેલાઇ

ગૌ સેવાના કાર્યક્રમની શરૂઆત રમુજ સાથે થઇ હતી કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તારાચંદભાઇ છેડા ધારાસભ્ય નિમાબેન આચાર્ય,કેશુભાઇ પટેલ સહિત ભાજપના અનેક નેતાઓ અને વિપક્ષી આગેવાનો હાજર હતા અને દિપ પ્રાગટયની બદલે ગૌ પુજન સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરવાનો હતો જેથી ગોવાડીયા ગાય લઇને આવ્યા તો ખરા પરંતુ પુજન માટે સૌ આગળ વધ્યા તે પહેલાજ ગાયે દોટ મુકી જો કે થોડીવારમા ગાયને પરત લવાઇ અને પુજન સંપન થયુ પરંતુ ગાય નાશી જવાની ઘટનાથી સૌ કોઇમાં રમુજ ફેલાયુ હતુ જો કે ત્યાર બાદ કાર્યક્રમ સફળ રહ્યો જેમાં 1.75 લાખ જેટલી રકમ ગૌ સેવા માટે કાર્યક્રમ સ્થળ પરજ એકઠી થઇ હતી.

આગેવાનોની અપિલમાં દરેક કચ્છી જોડાય તો અછત ને અવસરમાં પલ્ટાવી શકાય

કચ્છના સાંસદ સહિત અનેક રાજકીય નેતાઓએ સંતવાણી જેવા કાર્યક્રમો થકી ગૌ સેવા માટેનુ કાર્ય શરૂ કર્યુ અને હજુ તે ચાલુ છે તેવામા ભુજના એક કાઉન્સીલરે શરૂ કરેલા અભીયાનની ગૌ સેવાના ભેખધારી તારાચંદભાઇ છેડાએ વખાણી આવા નાના કાર્યક્રરોમા આવા વિચાર આવે તેની સરાહના કરી દરેક કાર્યકર જો પોતાના વિસ્તારમાં આવુ કાર્ય કરે તો આફત અવસરમાં પલ્ટી જાય તો કેશુભાઇએ કાર્યને બીદરાવવા સાથે લોકોને ગાયનુ મહત્વ સમજી તેની મદદ કરવા અપિલ કરી હતી.
હમેંશા મત માંગવાજ આપના દ્વારે આવતા નેતાઓ આ વખતે ચુંટણી પહેલાજ આપના દ્વારે ગૌ સેવા માટે દાન માંગવા આવશે ત્યારે એક નાગરીક તરીકે સૌ કોઇની ફરજ તેમાં સહભાગી થવાની છેજો કે આશા રાખીએ કે વોર્ડ નંબર 6 પુરતો આ કાર્યક્રમ ન રહે અને કચ્છ ભરમાં ભાજપ આવી પ્રવૃતિ થકી ગૌ સેવાની મદદે આવે.