Home Current કોગ્રેસના વાંઝીયા વિરોધ વચ્ચે મુખ્યમંત્રીની મુલાકાત કચ્છને કેટલી ફળશે? : જાણો મુખ્યમંત્રીની...

કોગ્રેસના વાંઝીયા વિરોધ વચ્ચે મુખ્યમંત્રીની મુલાકાત કચ્છને કેટલી ફળશે? : જાણો મુખ્યમંત્રીની મહત્વની વાતો 

1526
SHARE
અછતની જાહેરાત કચ્છમાંથી કરનાર ગુજરાતના મુખ્યમંત્રી ફરી એકવાર આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા જો કે માત્ર અછત નહી પરંતુ મહત્વના અનેક પ્રોજેક્ટની તેઓએ સમિક્ષા કરી હતી અને ત્યાર બાદ મહત્વની કહી શકાય તેવી કેટલીક જાહેરાતો પણ કરી હતી જો કે મહત્વની જાહેરાત અમલી ઝડપી થાય તો કચ્છને ફાયદાકારક થઇ શકે તેમ છે મુખ્યમંત્રીની મુલાકાત કચ્છના પશુપાલકો માટે ચોક્કસ નવી આશા જન્માવશે જો કે જાણકારોને મતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત કચ્છમા લાંબા ગાળે ફાયદો અપાવી શકે તેમ છે પરંતુ અત્યારની સ્થિતીમા કચ્છને જોઇતી મદદ માટે મુખ્યમંત્રીએ કોઇ મહત્વની જાહેરાત કરી ન હતી શુ રહ્યુ મુખ્યમંત્રીની કચ્છની મુલાકાતનુ સરવૈયુ જોઇએ મહત્વના અંશો

માતાનામઢથી કચ્છ મુલાકાતની શરૂઆત 

અગાઉ દિવાળી નિમીતે આવેલા મુખ્યમંત્રીએ માતાનામઢ અને મુખ્યમંત્રીની મુલાકાતની લોકવાયકાને ધ્યાને રાખી અચાનક તેમના કાર્યક્રમમાં ફે્રફાર કર્યો હતો અને માતાનામઢની મુલાકાત ગોઠવી હતી તેમ આજે પણ તેઓએ અચાનક માતાનામઢની મુલાકાત ગોઠવી હતી અને પરિવાર સાથે માં આશાપુરાના દર્શન કર્યા હતા અને ગુજરાતમા શાંતી અને 2019મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ફરી ચુંટાઇ આવે તેવી પ્રાર્થના કરી હતી સાથે કચ્છની અછતની પિડા જલ્દી દુર થાય તેવી પ્રાર્થના સાથે મુખ્યમંત્રીએ માં આશાપુરાની આરતી ઉતારી આશીર્વાદ માંગ્યા હતા.

કચ્છના પનોતા પુત્ર સ્મૃતિવનની મુલાકાતે 20 જાન્યુઆરીએ 

લાંબા સમયથી કચ્છના અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવનની મુલાકાત વડાપ્રધાન લે તેવી ચર્ચાઓ હતી તે વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ સ્મૃતિવનની મુલાકાતે આવ્યા હતા અને અત્યાર સુધી થયેલા કામોનુ નિરક્ષણ કર્યુ હતુ જેમા કેટલાક અધુરા કામો અંગે પુર્ણતાના આદેશ આપ્યા હતા અને સાથે  1 કલાક સુધી મુલાકાત અને મીટીંગ કરી હતી મુલાકાત બાદ મિડીયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે પ્રથમ ફેઝનુ કામ પુર્ણ થયુ છે અને તેનુ ઉદ્દધાટન કરવા માટે ખુદ વડાપ્રધાન કચ્છ આવે તે માટે સરકાર ગાંધીનગરમા બેઠક કરશે સંભવત 20 જન્યુઆરીએ વડાપ્રધાન તેનુ ઉદ્દઘાટન કરવા માટે આવશે અને ટુરીસ્ટ પોઇન્ટ તરીકે સરકાર પ્રોત્સાહન આપી લોકો મુલાકાતે આવે તેવા પ્રયત્નો કરશે.

કચ્છમાં અછત માટે જાહેરાત અનેક પરંતુ લાંબા ગાળાની 

મુખ્યમંત્રીની કચ્છની આ મુલાકાતમાં તેઓ મહત્વની જાહેરાત કરશે તેવી આશા સાથે સૌ કોઇ કચ્છીઓની મીટ મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત પર હતી એક કલાક સુધી કચ્છના વહીવટી તંત્ર ચુંટાયેલા પ્રતિનીધીઓ અને સચિવો સાથે બેઠક કર્યા બાદ મુખ્યમંત્રીએ કચ્છમા 15 તારીખથી ઢોરવાડા શરૂ કરવાની વાત કરી હતી જો કે મુખ્યમંત્રીની વાત પરથી હજુ તેમા મોડુ થાય તો નવાઇ નહી મુખ્યમંત્રીએ પારદર્શક રીતે કચ્છમાં અછતનુ કામ થાય તેના પર ભાર મુકી કચ્છમાં દરિયાનુ પાણી મીઠુ બનાવવાના પ્રોજે્કટની વાત કરવા સાથે પંજાબથી ઘાસ મંગાવવા માટેના પ્રયત્નો અંગે પણ જણાવ્યુ હતુ તો સાથે સરહદ ડેરી સાથે જોડાયેલા 10,000સભાસદ્દોને મફત બિયારણ આપી સરકાર આગામી સમયમાં 16 કરોડ કિ.લો ઘાસ ઉગાડશે તેવી જાહેરાત તેમણે કરી હતી જો કે કચ્છમા વર્તમાન સ્થિતી અગે તેઓ સંતુષ્ટ જણાયા હતા અને રોજગારી સહિત પાણી અને ઘાસની તકલીફ નહી પડે તેવુ આશ્ર્વાસન આપ્યુ હતુ પંરતુ કચ્છમાં રોજ ઘાસ પાણી માટે બુમરાણ ઉઠી રહી છે તે પણ તેટલુજ સત્ય છે.

અનામત અને નાફેડ મુદ્દે પણ બોલ્યા સી.એમ 

એક તરફ ગુજરાતમા ખેડુતોની દયનીય સ્થિતી અને અનામત આંદોલન મુદ્દે સરકાર ઘેરામા છે તેવામાં ફરી આજે નાફેડ સાથે ચાલતા વિવાદનો અંત આવ્યો હતો અને મુખ્યમંત્રીએ તેના અંગે ખુશી વ્યક્ત કરી હતી અને પારદર્શકતા મુ્દે સરકાર ગંભીર હોવાથી પ્રશ્ર્નો ઉભા થયા હતા જે દુર થયા છે અને ખેડુતોના હિતમાં સરકારે અને નાફેડે વિવાદ ઉકેલ્યો હોવાનુ કહ્યુ હતુ તો મહારાષ્ટ્ર સરકારે મરાઠાને અનામત આપવાનુ નક્કી કર્યુ છે ત્યારે સરકાર પણ તે ફોર્મુલા અંગે મહારાષ્ટ્ર સરકાર પાસેથી તેની અમલવારી અંગે ચર્ચા કરી ગુજરાતમા તે અમલી બની શકે કે નહી તે અંગે સમિક્ષા કરશે તેમ જણાવ્યુ હતુ.

કોગ્રેસનો વાંઝીયો વિરોધ : સી.એમ સુધી પહોંચી પણ ન શક્યા 

અછત મુદ્દે આક્રમક વલણ સાથે અનેક વિરોધ અને વિરોધની જાહેરાત કરનાર કોગ્રેસે આજે મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત સમયે વિરોધનુ નક્કી તો કર્યુ હતુ પંરતુ પ્રજા મુદ્દે કોગ્રેસ જાણે કરવા ખાતર વિરોધ કરતી હોય તેમ પાંખી હાજરી વચ્ચે જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે વિરોધ નોંધાવી અટકાયત વહોરી હતી અને મુખ્યમંત્રી સુધી કોગ્રેસનો એક કાર્યક્રર પણ રજુઆત માટે પહોંચી શક્યો ન હતો અગાઉ કોગ્રેસે વિરોધની અનેક ચીમકી ઉચ્ચારી હતી અને શનિવારે આક્રમક વિરોધ સાથે કલેકટર કચેરીએ પણ ધસી ગયા હતા પરંતુ આજે ઓછા કાર્યક્રરો વચ્ચે કોગ્રેસે વિપક્ષ તરીકે હાજરી પુરાવી વાંઝીયો વિરોધ કર્યો હતો.
કચ્છ માટે આજની મુખ્યમંત્રીની મુલાકાત એક નવી આશા સમાન હતી ચોક્કસ લાંબા સમયે કચ્છની તેમની આ મુલાકાત કચ્છ માટે ફાયદાકારક સાબિત થઇ શકે તેમ છે પરંતુ અછત માટે ટુંકા ગાળાની રાહત આપતી કોઇ જાહેરાત સરકારે કરી ન હતી જેને લઇને આગામી દિવસોમા વિરોધ થાય તો પણ નવાઇ નહી જો કે 15 તારીખે ઢોરવાડા જો ખરેખર શરૂ થાય તો કચ્છને રાહત મળે તેમ છે પરંતુ રોજગારી અને ઘાસ-પાણીની વર્તમાન સસ્યામાં રાહત આપવામા સરકાર નિષ્ફળ રહી હોય તેવો સુર ઉઠી રહ્યો ત્યારે મુખ્યમંત્રીએ અછતમાં કચ્છને તકલીફ નહી પડે તેવી ઉચ્ચારીને અત્યારે આશાવાદ જગાવ્યો છે.