હમ દિલ દે ચુકે સનમ, લગાન,મોહે જો દરો અને આવી તો અનેક ફિલ્મોના કચ્છમાં શુટીંગ થઇ ગયા છે ત્યારે વધુ એક ફિલ્મ અભીનેતા શુટીંગ માટે કચ્છનો મહેમાન બન્યો છે અને જેની એક ઝલક જોવા મોટી ભીડ જમા થઇ હતી હાલમાંજ પરિવાર સાથે વિદેશ પ્રવાસથી પરત ફરેલા સૈફ અલી ખાને આજે કચ્છની એક દિવસની ટુંકી મુલાકાત લીધી છે આજે સવારથી જ કચ્છના માંડવી ખાતે વિવિધ લોકેશન પર ફિલ્મ અભીનેતાએ શુટીંગ કર્યુ હતુ અચાનક માંડવીની ભરચક બઝારોમાં શુટીંગના સેટથી મોટી સંખ્યામા લોકો શુટીંગના સ્થળ પર અભીનેતાની ઝલક જોવા માટે દોડી આવ્યા હતા અલબત્ત મિડીયાને આ સમગ્ર શુટીંગ દરમ્યાન દુર રખાયા હતા પરંતુ જાહેર માર્ગો પર થતા શુટીંગથી તે દર્શકોના કેમેરામા કેદ થઇ ગયો હતો અને તેનો મોટો ચાહક વર્ગ તેની એક ઝલક મેળવવા માટે દોડી આવ્યો હતો માંડવી શહેર ઉપરાંત બીચ પર પણ અભીનેતા સૈફ અલી ખાને સરદારજીના ગેટપમાં શુટીંગ કર્યુ હતુ અને તેની સાથે અભીનેત્રી નેહા આપ્ટે પણ તેની સાથે શુટીંગમા જોડાઇ હોવાનુ સુત્રો તરફથી જાણવા મળ્યુ હતુ હાલમાંજ નેટફ્લીકસ દ્વારા શરૂ થયેલી વેબસીરીઝ સિક્રેટગેમના શુટીંગ માટે અભીનેતા કચ્છ આવ્યો હોવાનુ પણ જાણકારો તરફથી જાણવા મળ્યુ છે જો કે તેનુ કેટલા દિવસનુ રોકાણ છે તે અંગે જાણી શકાયુ નથી પરંતુ તે હજુ એક દિવસ કચ્છમા રોકાય અને કચ્છના અન્ય લોકેશન પર પણ શુટીંગ થાય તેવી શક્યતા છે જો કે અચાનક માંડવીમાં શુટીંગ માટે સ્ટાર કાસ્ટના જાણીતા અભીનેતા-અભીનેત્રી આવી ચડતા દર્શકોમાં તેની ઝલક નિહાળવાનો રોમાંચ હતો તો ચુસ્ત પોલિસ બંદોબસ્ત પણ શુટીંગ એરીયામાં રખાયો હતો જેથી કોઇ અફરાતફરી ન સર્જાય.