કચ્છ જીલ્લા કોગ્રેસમાં સંગઠનની રચના હોય કે નવા હોદ્દેદારની વરણી વિરોધ અને વિખવાદ ન થયો હોય તેવુ બને જ નહી જો કે કચ્છ કોગ્રેસનુ સુકાન યજુવેન્દ્રસિંહ જાડેજાને સોંપાતા સંગઠન મજબુત થશે અને આંતરીક જુથ્થબંધી નહી થાય તેવી અપેક્ષા વચ્ચે કોગ્રેસે બે દિવસ પહેલાજ શહેર તાલુકા સંગઠનોની મોટી યાદી બહાર પડી હતી. તેને લઇને વિરોધ અને વિવાદ યથાવત છે. કોગ્રેસના ઉપપ્રમુખે પ્રદેશમાં રજુઆત સાથે આ મુદ્દે હોદ્દાપરથી રાજીનામુ આપી દીધુ અને પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર લોકોને પણ સંગઠનમા મહત્વનુ સ્થાન અપાયુ હોવાના આક્ષેપ પણ કર્યા તે વચ્ચે હવે કોગ્રેસે આજે તાલુકા-શહેર પ્રમુખ,પાલિકા અને પંચાયતના વિપક્ષી નેતાઓની યાદી બહાર પાડી છે જેમા કેટલાક પોતાના સ્થાને જળવાયા છે જ્યારે કેટલાક નવા ચહેરા સામે આવ્યા છે જો કે અત્યાર સુધી આ મામલે કોઇ વિરોધ થયો નથી પરંતુ સુત્રોનુ માનીએ તો આગામી દિવસોમાં વળી કઇક નવાજુની થાય તેવા એંધાણ છે.
તાલુકા કોગ્રેસ સમિતીના પ્રમુખોની યાદી
લખપત-આગાખાન સાવલાણી, અબડાસા-ઇકબાલ મંધરા, નખત્રાણા-રાજેશ મમુભાઇ આહિર, માંડવી-ખેરાજભાઇ ગઢવી, ભુજ-હરેશ ગોપાલ આહિર, મુન્દ્રા-ગજેન્દ્રસિંહ જાડેજા, અંજાર-કરસન રબારી, ગાંધીધામ-હાજી ઓસમાણ ગની માંજોઠી, ભચાઉ-બળુભા જાડેજા, રાપર-બહાદુરસિંહ પરમાર
શહેર કોગ્રેસ સમિતીના પ્રમુખ
ભુજ-રસિકભાઇ ઠક્કર, માંડવી-વિજયસિંહ જાડેજા, અંજાર-કિશોરસિંહ જાડેજા, ગાંધીધામ-સંજય ગાંધી, ભચાઉ-અજયભાઇ હાલાણી, રાપર-મિતુલ મોરબીયા
તાલુકા પંચાયત વિપક્ષી નેતા
લખપત-સમરતદાન ગઢવી, અબડાસા-અબ્દુલ ગજણ, નખત્રાણા-અશ્ર્વિન રૂપારેલ, માંડવી-કિશોરદાન ગઢવી, ભુજ-હાજી જુમ્મા સમા, મુન્દ્રા-મીઠુભાઇ મહેશ્ર્વરી, અંજાર-રમેશ ડાંગર, ગાંધીધામ-તાલીમહુસૈન સૈયદ ,ભચાઉ-ભરતભાઇ ઠક્કર, રાપર-ભાવનાબેન ઠાકોર
પાલિકા વિરોધપક્ષના નેતા
ભુજ-રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, માંડવી-રફીકભાઇ શેખ, અંજાર-અકબરભાઇ શેખ, ગાંધીધામ-અજીતભાઇ ચાવડા, ભચાઉ-વિજયસિંહ ઝાલા, રાપર-દિનેશભાઇ કારોત્રા
2019 ની ચુંટણી પહેલા કોગ્રેસે જમ્બો કહી શકાય તેવુ સંગઠન માળખુ જાહેર કર્યુ છે ચોક્કસ વધારે લોકોને સંગઠનમાં સ્થાન આપી કોગ્રેસે નવુ માળખુ જાહેર કર્યુ છે. પરંતુ 2019 પહેલા તે બુમરેગ સાબિત થાય તેવુ રાજકીય સુત્રો દાવો કરી રહ્યા છે ઉપપ્રમુખના રાજીનામા સિવાય હજુ ખુલીને કોઇ વિરોધ માટે સામે આવ્યુ નથી પરંતુ લોકસભા ચુંટણી પહેલા આજ મુ્દ્દે કોગ્રેસમાં નવાજુની થાય તો નવાઇ નહી