Home Social કોગ્રેસની પોસ્ટથી ખળભળાટ રાજસ્થાનમાં દારૂની મહેફીલ વચ્ચે કચ્છ ભાજપના આગેવાનો લોકોનૃત્ય માણતા...

કોગ્રેસની પોસ્ટથી ખળભળાટ રાજસ્થાનમાં દારૂની મહેફીલ વચ્ચે કચ્છ ભાજપના આગેવાનો લોકોનૃત્ય માણતા નજરે પડ્યા 

7076
SHARE
આજે સવારથી જ કચ્છથી લઇ પ્રદેશ ભાજપ સુધી કચ્છ ભાજપના બે રાજકીય નેતાઓની રાજસ્થાનમાં મારામારીના વીડીયોની ચર્ચા છે અને કોગ્રેસે તે મુદ્દાને સોશિયલ માધ્યમ અને પ્રતિક્રિયાથી વધુ ચર્ચાસ્પદ બનાવ્યો છે ત્યારે વધુ એક વાયરલ વીડીયોએ કચ્છ ભાજપની આબરૂના લીરા ઉડાડ્યા છે સોશિયલ મીડીયા ફેસબુકમા કોગ્રેસના આગેવાનોએ ફરી એક વીડીયો શેર કર્યો છે અને તેમાં આક્ષેપ કરાયો છે કે જીલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, કે.ડી.સી.સી બેંકના પુર્વ ચેરમેન પદ્દુભા સોઢા અને જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ વાઘજી પ્રજાપતી દારૂની મહેફીલ વચ્ચે લોકનૃત્યની મજા માણી રહ્યા છે વાહ ભાજપ વાહ ટેગ લાઇન સાથે આ વીડીયો સોશીયલ મીડીયામાં વાયરલ કરાયો છે જો કે વીડીયોમાં દારૂ પીતા કોઇ પણ ભાજપના નેતા નજરે નથી પડી રહ્યા પરંતુ ભાજપના નેતાએ જે જગ્યાએ સ્થાન જમાવ્યુ છે તેની આસપાસ અને ટેબલ પર દારૂ-બીયરની બોટલો નજરે પડી રહી છે જો કે કોગ્રેસે તો સોશિયલ મીડીયામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભાજપના આગેવાનો દારૂની મહેફીલ માણી રહ્યા છે તો નવાઇ વચ્ચે ભાજપના કેટલાક કાર્યક્રરોએ તે પોસ્ટ લાઇક પણ કરી હતી.

પોલિસના હાથે ફરાર બુટલેગર પણ સાથે ? લક્ષ્મણસિંહે શું કહ્યુ?

કોગ્રેસે મુકેલી ફેસબુક પોસ્ટમા એવો પણ ઉલ્લેખ કરાયો છે જે ભાજપના નેતાઓ સાથે આ મેહફીલ અને ફુલ નૃત્યના કાર્યક્રમ દરમ્યાન તેમની સાથે રાપર-ભચાઉ વિસ્તારનો કુખ્યાત બુટલેગર પણ સાથે હતો. આ અંગે લક્ષ્મણસિંહ સોઢાનો સંપર્ક કરાયો તો તેમણે માધ્યમોને એવુ જણાવ્યુ હતુ કે હું ક્યારે દારૂ પીતો નથી.

ભાજપ પ્રમુખે તપાસના આદેશ આપ્યા 

લક્ષ્મણસિંહ આ તમામ આક્ષેપોને નકારવા સાથે કહ્યુ હતુ કે નૃત્ય એ રાજસ્થાનની ઓળખ છે અને તે ચુંટણી પ્રચાર પછી જોવુ કાઇ ખોટુ નથી બાકી રહી વાત પાર્ટીની તો મે ક્યારે દારૂને હાથ પણ મારા જીવન દરમ્યાન લગાડ્યો નથી અને કોગ્રેસ ખોટી આક્ષેપ બાજી કરી રહ્યુ છે તો બીજી તરફ મુન્દ્રામા બનેલી ઘટના પછી કેશુભાઇ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખે સમગ્ર મામલે તપાસના આદેશ સાથે પાર્ટી ઇમેજ ખરાબ કરનાર સામે પ્રદેશની સુચના મુજબ કાર્યવાહીની વાત પણ કરી હતી સાથે અન્ય વાયરલ થયેલા વીડીયો મામલે પણ ભાજપ તપાસ કરશે તેમ જણાવ્યુ હતુ.
ચોક્કસ જે રાજ્યમાં દારૂબંધી નથી ત્યા દારૂ પીવો એ કોઇ ગુન્હો બનતો નથી પરંતુ વાત જ્યારે શિસ્તતા અને નૈતીકતાની આવે ત્યારે ચોક્કસ આવા વાયરલ વીડીયો ઘણુ બધુ કહી જાય છે લોકસભા ચુંટણી પહેલા રાજસ્થાનમાં કચ્છ ભાજપે કરેલી ભવાઇથી હાલ પાર્ટી બેકફુટ સાથે શું નિવેદન કરવુ તેની મુંઝવણમાં છે તો કોગ્રેસ સોશિયલ મીડીયાના માધ્યમથી ભાજપને ખુલ્લુ પાડી રહી છે જો કે તેની આગ માત્ર કચ્છ નહી પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપ સુધી પણ પહોંચશે તે નક્કી છે.