કહેવાય છે ને રાજકારણમા કોણ ક્યારે દોસ્ત હોય અને કયારે દુશ્મન બની જાય તે નક્કી હોતુ નથી એક દિવસ જે પાર્ટીને ગાળો આપનાર આજે એજ પાર્ટીના ખોળે જઇને બસે છે તેવા તો કેટલાય દાખલા છે અને પ્રજા તેને સ્વીકારી પણ લે છે પરંતુ આજે વાત કચ્છના રાજકારણમા ચર્ચીત બનેલા કિસ્સાની કરવી છે જેમાં વિવાદ પછી મુન્દ્રાના એ બન્ને નેતાઓ સાથે દેખાયા અને રાજકીય ષડયંત્રના આક્ષેપ સાથે તેઓ માત્ર મસ્તી કરતા હોવાનુ નિવેદન આપ્યુ જો કે વિવાદ પછી લાંબો સમય જેઓ કચ્છ ભાજપના પ્રમુખના સંપર્કમા પણ ન હતા તે અચાનક સોશિયલ મીડીયામાં પ્રગટ થયા અને તેઓ વચ્ચે કોઇ પણ પ્રકારનો અણબનાવ ન હતો તેવુ કહી બન્ને સાથેજ હોવાનુ કહ્યુ
વિવાદ બાદ કોના આદેશથી બન્ને નેતાઓ સાથે દેખાયા
આમતો કદાચ ભાજપના બે નેતાઓની મારામારીનો મામલો તેમનો અંગત વિષય માની શકાય પરંતુ બન્ને નેતાઓ રાજકીય ક્ષેત્રે જાહેરજીવનમા છે અને મામલો જ્યારે મારમારીથી જાહેર પબ્લીક સમક્ષ આવ્યો ત્યારે ચોક્કસ વિવાદ થાય તે સ્વાભાવીક છે અને સોશિયલ મીડીયામાં વિરોધ સાથે ભાજપની આ મારામારીના મામલાથી છબી ખરડાઇ અને કદાચ તેમના વિરૂધ કાર્યવાહી પણ થઇ શકે તેવામા બન્ને નેતાઓ અચાનક સોશિયલ મિડીયામા પ્રગટ થયા અને કહ્યુ કે તેમના વચ્ચે હોટલમા થયેલી મારામારી માત્ર મસ્તી હતી અને રાજકીય ષડયંત્રના ભાગરૂપે બીજુ રૂપ આપી ઘટનાને બીજું સ્વરૂપ અપાયુ છે બન્ને નેતાઓ સાથેજ હતા અને સાથેજ છે. રાજકારણમા અભી બોલા અભી ફોક જેવી સ્થિતીનુ નિર્માણ અનેકવાર થાય છે પરંતુ અહી તો મારામારીના બોલતા પુરાવા હતા પરંતુ ખોટુ બોલવામા અને ખોટુ પાડવામા રાજનેતાઓને કોઇ પહોંચે નહી અને તેથીજ મારામારીથી રાજકીય કારકીર્દી પર જોખમ મુકાતા બન્ને નેતાઓ એક થઇ ગયા અને સોશિયલ મીડીયામા થયેલા વિવાદનો જવાબ સોશિયલ મિડીયા દ્વારા જ આપી વિવાદને નિષ્ફળ રીતે શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે જો કે કોગ્રેસ ફરી શાંત થયેલા પાણીમા વમળ ઉભુ કરે તેવી શક્યતા નક્કારી શકાય નહી.