મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે મકાઈનો ચારો આરોગ્યા બાદ 73 જેટલી ભેંસો અને પાડીઓને ઝેરી અસર થઈ હતી આ ઘટનાને પગલે ગ્રામજનોએ મુન્દ્રા પશુ પાલન વિભાગને જાણ કરતા તરતજ પહોંચી ગયેલી પશુ પાલન વિભાગની ટિમ અને વેટરનરી ડૉ.એન.ટી.નાથાણી સહિતના સ્ટાફે તુરંત સારવાર શરૂ કરતાં 65 જેટલા પશુઓ ને બચાવી લેવાયા હતા જોકે સારવાર પૂર્વે 8 જેટલા પશુ મોતને ભેટ્યા હતા. અસરગ્રસ્ત પશુઓમાં ભેંસ,પાડી અને પાડાઑનો સમાવેશ થાય છે ગામના સરપંચ અને સભ્યોની સમય સુચકતા અને પશુ પાલન વિભાગની ત્વરિત સારવારને કારણે 65 જેટલા પશુઓ બચાવી લેવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અછતગ્રસ્ત સ્થિતિ દરમ્યાન મકાઈના ચારા આરોગતા પશુઓને આફરો અને ઝેરી અસરના બનાવો બની રહયા છે ત્યારે પશુપાલન વિભાગ અને પશુ ચિકિત્સકો મકાઈનો ચારો આપતા પહેલા પશુ માલિકોએ શું ધ્યાન રાખવું એ અંગે માર્ગદર્શન સાથે યોગ્ય પગલા લે એ પણ વર્તમાન સમયની માંગ છે