Home Current TRAIના નવા નિયમ સામે કેબલ ઓપરેટરોનો વિરોધ : ગ્રાહકોને સાથ આપવા અપીલ

TRAIના નવા નિયમ સામે કેબલ ઓપરેટરોનો વિરોધ : ગ્રાહકોને સાથ આપવા અપીલ

1280
SHARE
લોકોને મનોરંજન સેવા પુરી પાડતા કેબલ ઓપરેટરો માટે કપરો સમય ચાલી રહ્યો છે ડીશ ટીવી જેવા માધ્યમો વચ્ચે પોતાના વ્યવસાયને ટકાવી રહેલા કેબલ ઓપરેટરો સમયાંતરે સરકારી નીતિઓના નિયમોને અનુસરતા રહ્યા છે તેવામાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAI દ્વારા ઘડાયેલા નવા નિયમ અને તેના અમલીકરણ સામે કેબલ ઓપરેટરો લડતના મૂડમાં છે સોમવારે ભુજના અમિત શોપિંગ મોલ મધ્યે પણ કચ્છ કેબલ સંગઠનના નેજા હેઠળ એકઠા થયેલા કચ્છના કેબલ ઓપરેટરોએ આ નિયમને કાળા કાયદા સમાન ગણાવીને પોતાનો વિરોધ દર્શાવીને આગામી 27 ડિસેમ્બરે સાંસદ સહિત જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવા તેમજ એક દિવસ કેબલનું પ્રસારણ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો આ લડતમાં વર્ષોથી કેબલ સંચાલકો સાથે જોડાયેલા તમામ ગ્રાહકમીત્રોને પણ સહકાર આપવા અપીલ કરાઈ હતી
આ બેઠક દરમ્યાન કેબલ ઓપરેટરો વતી અગ્રણી સંચાલકોએ જણાવ્યું હતું કે ડીશ ટીવી જેવી અન્ય કંપનીઓની સરખામણીએ લોકલ ઓપરેટરો સારી સુવિધાની સાથે વ્યાજબી ભાવો સાથે લોકોને પોતાની મનોરંજન સેવાઓ આપતા રહ્યા છે અને સરકારના ટેક્સ સહિત નિયમનોને અનુસરી રહ્યા છે ત્યારે TRAI દ્વારા જાહેર કરાયેલા નિયમો લોકલ કેબલ સંચાલકો માટે ગળું ટૂંપવા સમાન છે અત્યારે કેટલીક ડીશ ટીવી જેવી મલ્ટી કંપનીઓ ઊંચા દર સાથે લોકો પાસે છુપા ખર્ચ સાથે પૈસા વસૂલી રહી છે એની સરખામણીએ લોકલ કેબલ સંચાલકો ઓછા નફા સાથે પોતાના વ્યવસાયને ટકાવી ને સેવાઓ આપી રહ્યા છે ત્યારે સરકારના આ નવા નિયમ સામે અમારો વિરોધ છે દેશભરના લોકલ કેબલ સંચાલકો સહિત ક્ષેત્રીય કેબલ સંચાલકોને પણ વિશ્વાસમાં લઈને સરકારે કોઈ નીતિ ઘડવી જોઈએ તેના બદલે નવા નિયમ ઠોકી બેસાડીને આ વ્યવસાયને ઠપ્પ કરી દેવાની નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે આ બેઠકમાં કચ્છભરમાંથી ઉપસ્થિત રહેલા કેબલ સંચાલકોએ TRAI ના નવા નિયમનો સખ્ત વિરોધનોધાવયો હતો અને આગામી દિવસોમાં લડત આપવાની તૈયારી દર્શાવી હતી આ બેઠકમાં અગ્રણીઓ પરાક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાટી, જય ગોર, જગદીશ ગોર, દિલીપભાઈ ઠક્કર, હિરેનભાઈ સોની, સહિત કચ્છના વિવિધ વિસ્તારોમાં ચાલતા કંટ્રોલ રૂમના સંચાલક અગ્રણીઓ અને જે તે વિસ્તારોના કેબલ ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતા.