Home Social રોણા શેરમાં ગીતે કર્યો વર્લ્ડ રેકોર્ડ : 20 કરોડ દર્શકોએ અપાવ્યું ગીતા...

રોણા શેરમાં ગીતે કર્યો વર્લ્ડ રેકોર્ડ : 20 કરોડ દર્શકોએ અપાવ્યું ગીતા રબારીને સન્માન

1451
SHARE
સોશ્યિલ માધ્યમના વિવિધ પ્લેટફોર્મ પર મળતી like હોય કે views હોય તેના પરથી કોઈપણ કન્ટેન્ટ ની મહત્વતા કે પ્રસિદ્ધિનો માપદંડ આજના ડિજિટલ યુગમાં જોવા મળી રહ્યો છે. સમાચારો, વિચારો, ગીત સંગીત, કલાકારોની ઓળખ અને કાબેલિયત આજના ઝડપી યુગમાં સોશ્યિલ માધ્યમ જાણે નક્કી કરી રહ્યું છે ત્યારે youtube જેવા માધ્યમે ઉભરતા કલાકારોથી માંડીને નીવડેલા કલાકારોની ઓળખ આંગળીના ટેરવે વિશ્વ ફલક પર ઉજાગર કરી છે આવુજ કંઈક બન્યું છે “કચ્છની કોયલ” તરીકે પ્રસ્થાપિત થયેલા કલાકાર ગીતાબેન રબારી માટે,
“રોણા શેરમાં રે” ગીતથી કચ્છ સહિત દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા ગીતાબેનના રાઘવ ડિજીટલની youtube ચેનલ પરના ગીતને 20 કરોડથી પણ વધુ લોકોએ નિહાળ્યું છે ત્યારે આ અવસરે કચ્છના કલાકારની આ પ્રસિદ્ધિની World Record India એ પણ નોંધ લીધી છે મંગળવારે ભુજના ઉમેદ ભુવન ખાતે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રતિનિધિ અને એન.આર.આઇ. ફેસ્ટિવલ કાઉન્સિલના સદસ્યો દ્વારા સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરાયા હતા આ આયોજનમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા પ્રતિનિધિ મિલન સોની, માજી નગરપતિ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઇ એલ. સચદે, એન.આર.આઇ. ફેસ્ટિવલ કાઉન્સિલના ચેરમેન હસુભાઇ ઠક્કર, એસ.પી. ઇન્ટરનેશનલના ચેરમેન વિનોદ ગોરસિયા, મનસુખ ગોરસિયા, ભુજ તાલુકા પંચાયતના માજી ચેરમેન જેમલભાઇ રબારી, સદસ્ય વિનોદ વરસાણી તથા પૃથ્વી રબારી સહિતના અગ્રણીઓના હસ્તે ગીતાબેન રબારીને સન્માન સાથે એવોર્ડ અને સર્ટિફિકેટ અપાયા હતા આ અવસરે ગીતાબેને પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરાવવામાં ભૂમિકા અદા કરનાર એન.આર.આઇ. ફેસ્ટિવલ કાઉન્સિલના સદસ્યો અને મિલન સોનીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કચ્છ સહિત દેશભરના સંગીત ચાહકો દ્વારા મળી રહેલો પ્રેમ આ એવોર્ડમાં ઝીલાતો હોવાનું જણાવીને સૌ દર્શકો અને શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રંસગે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા પ્રતિનિધિ મિલન સોનીએ મેક્સીમમ વ્યુ ઓન ગુજરાતી ફોક સોંગ ઓન યુ ટયુબ ના એવોર્ડ બદલ ગીતાબેનને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે કચ્છના કોઈ પણ પ્રતિભા કે કાબેલિયત ધરાવતા વ્યક્તિઓ હોય અને દુનિયામાં બનતા રેકોર્ડ માટે સક્ષમ હોય તો World Record India માં નોમિનેશન કરી શકે છે આ માટે તેમણે મદદરૂપ બનવાની ખાતરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સ્થિત geniusfoundation દ્વારા ચાલતી World Record India સંસ્થાની વેબસાઈટ http://www.worldrecordsindia.com પર પણ પ્રતિભા સંપન્ન યુવાઓ કે વ્યક્તિઓ પોતાનું નોમિનેશન કરી શકે છે.
ગીતાબેન રબારીનું રેકોર્ડબ્રેક ગીત જોવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો