Home Current ફરાદીમાં ઘાસ ભરેલી ટ્રક આગમાં સ્વાહા : બિદડા પાંજરાપોળ જઇ રહ્યો હતો...

ફરાદીમાં ઘાસ ભરેલી ટ્રક આગમાં સ્વાહા : બિદડા પાંજરાપોળ જઇ રહ્યો હતો જથ્થો 

1030
SHARE
કચ્છમાં અછતની સ્થિતીને લઇને હજારો ટ્રકો રોજ કચ્છમાં ઘાસનો જથ્થો લઇને આવી રહી છે જો કે વિજ વાયરો પશુઓ માટે વેરી બની રહ્યા છે કચ્છમાં અત્યાર સુધી લખપત,રાપર સહિતના વિસ્તારોમા ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગવાના બનાવો બન્યા છે ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે માંડવીના ફરાદી પ્રવેશદ્વાર નજીક જ એક ઘાસ ભરેલી ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવનુ પ્રાથમીક કારણ વિજવાયર સાથે ટ્રક અથડાતા આગ લાગી હોવાનુ સામે આવ્યુ છે બનાવની જાણ થતા માંડવી વિભાગના બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોચ્યા હતા પરંતુ આગ પર કાબુ મેળવાય તે પહેલા જ પશુઓ માટે કિંમતી એવો ધાસનો જથ્થો સ્વાહા થઇ ગયો હતો. ઘાસનો જથ્થો માંડવીના બિદડા ગામની પાંજરાપોળે મંગાવ્યો હતો. અને ફરાદીમાં વજન કરાવવા માટે ટ્રક લઇ જવાઇ હતી ત્યાથી પરત ફરતા સમયે ફરાદીના પ્રવેશદ્વાર પાસેજ વિજવાયર સાથે ટ્રક અડી હતી અને ભડભડ સળગી હતી લાખોની કિંમતનો 14 ટન ઘાસનો જથ્થો ટ્રકમાં હતો જો કે ખાનગી પાંજરાપોળ સાથે કચ્છમાં સરકારી ઘાસની ટ્રકમા પણ આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેના પગલે કચ્છમાં અછતના સમયે કિંમતી કહી શકાય તેવો ઘાસનો જથ્થો આગની ઘટનામાં સ્વાહા થઇ ગયો છે.