Home Current લાખેણી કચ્છી ગાય – કિંમત સાંભળી ને આપ ની પણ આખો થઈ...

લાખેણી કચ્છી ગાય – કિંમત સાંભળી ને આપ ની પણ આખો થઈ જશે પહોળી!!

4164
SHARE
એક ગાય ની કિંમત કેટલી? ગુણો ના હિસાબે આમ તો ગાય ની કિંમત અમૂલ્ય ગણી શકાય!! પણ તેમ છતાંયે પશુપાલકો ની દ્રષ્ટિએ વાત કરીએ તો કચ્છ માં જોવા મળતી કાંકરેજ ગાયની આમ તો સામાન્યત: એક ગાયની કિંમત નો અંદાજ આપણે દસ હજાર થી ૪૦ હજાર કે તેથી વધીને ૫૦, ૬૦ કે પછી સિત્તેર હજાર ગણીએ. પણ, આજે વાત કરવી છે કચ્છની લાખેણી એવી કાંકરેજ ગાય ની!! આ ગાયની કિંમત સાંભળી ને આપને પણ જરૂર આશ્ચર્ય થશે. ગૌ ઉછેર અને ગાયો ના સંવર્ધન માટે સતત જાગૃતિ અભિયાન ધરાવતા કચ્છના ગૌપાલકો મનોજભાઈ સોલંકી, દિપકભાઈ પટેલ, મેઘજીભાઈ હીરાણી, શાંતિલાલ સેંઘાણી તેમ જ અન્ય ગૌપાલક મિત્રો દ્વારા આ લાખેણી ગાય ની જાણકારી આપવામાં આવી છે. કાંકરેજ નસલ ની આ ગાય છેક લખપત તાલુકાના છેવાડાના કૈયારી ગામમાં થી જળક્રાન્તિ ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી છે,અને આ ગાયની કિંમત છે, પુરા ૨ લાખ અને એકાવન હજાર ₹ !!! જોકે, જળક્રાન્તિ ટ્રસ્ટ નો આ લાખેણી ગાય ખરીદવા પાછળનો હેતુ ખૂબ જ ઉમદા છે. કાંકરેજ નસલ ની આ શ્રેષ્ઠ ગાયને કાંકરેજ ગાય ની લુપ્ત થતી નસલ ને બચાવવાનો છે. આ લાખેણી ગાય અંજાર ના ખંભરા ગામની નર્મદા ગૌશાળા ને અર્પણ કરવામાં આવશે. કચ્છના ગૌપાલક મિત્રો ના જણાવ્યા પ્રમાણે કાંકરેજ એ સમગ્ર વિશ્વમાં ઉત્તમ દુધાળ, સૌથી સુંદર, અને તેજસ્વી, પ્રેમાળ ગાય છે. અસલ જાતવાન કાંકરેજ ગાય દરરોજ ૧૨ થી ૧૫ લીટર દૂધ અને વેતરનું ૨૫૦૦ લીટર થી ૬૦૦૦ લીટર દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. કૈયારી ગામે થી ખરીદાયેલી શ્રેષ્ઠ કાંકરેજ ગાય દ્વારા કાંકરેજ ની નવી ઔલાદો નું સંવર્ધન કરવાનો છે. જેથી, માલધારીઓ પાસે સચવાયેલી અને લુપ્ત થતી સારી ઔલાદ ની કાંકરેજ ગાયો બચાવી શકાય. જળક્રાન્તિ ટ્રસ્ટ ના મનસુખ સુવાગિયા, ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ વિઠલભાઈ દુધાત્રા, જાણીતા ગાયક અને કવિ માલદેભાઈ આહીર, ગ્રામદ્યોગ દ્વારા રાષ્ટ્ર નિર્માણ ના સ્વપ્નદ્રષ્ટા વેલજીભાઈ દેસાઈએ ખાસ ભુજ માં ઉપસ્થિત રહીને પશુપાલકો ને કાંકરેજ ગાય ની શ્રેષ્ઠ નસલ વિશે અને લુપ્ત થતી કાંકરેજ ગાય ને બચાવવા વિશે માર્ગદર્શન આપ્યું હતું.