ભારતનો યુવાન દેશનુ ભવિષ્ય છે નેતાઓના મોઢે આવા ભાષણો તમે અનેકવાર સાંભળ્યા હશે યુવાનો દેશની તાકાત છે તેવુ કહેવા વાળા નેતાઓએ ક્યારેય યુવાનોને સાચી દિશા આપવાનો કે પછી તેમની મુશ્કેલી દુર કરવાનો પ્રયત્ન કર્યો નથી તે વાસ્તવિકતા છે હા શક્તિ પ્રદર્શન માટે યુવાનોનો ઉપયોગ કરવાનુ ભાજપ કે કોંગ્રેસ બન્ને પાર્ટીઓ ચુકી નથી આજે પણ 2019ની ચુંટણીને લઇને યુવાનોને શક્તિ પ્રદર્શનના નામે જોડવાનો બન્ને રાજકીય પક્ષો દ્વારા પ્રયત્ન થયો પરંતુ હું, ફોઈ અને રતનીયા જેવા તાલ વચ્ચે કચ્છમાં યોજાયેલા બન્ને રાજકીય પાર્ટી ભાજપ અને કોગ્રેસના શક્તિ પ્રદર્શને અનેક સવાલો જરૂર ઉભા કર્યા છે જો વાત કચ્છનીજ કરીએ તો શિક્ષણ,બેરોજગારી અને દિશાવિહીન યુવાનો માટે સમસ્યા અનેક છે પરંતુ તે ઉકેલવાને બદલે બન્ને રાજકીય પાર્ટીઓએ યુવા સંમેલન યોજવાનુ તરકટ કરી રાજકીય હાજરી પુરાવી પરંતુ તેને માર્ગદર્શન અને મદદ વગર આવા યુવા સંમેલનો કેટલા યોગ્ય છે? તે સવાલ ચોક્કસ થાય.
આ મુદ્દાઓને લઇને કાર્યક્રમો રહ્યા ચર્ચામાં
*જે ભુલ ગાંધીધામની એક રેલીમાં ઋત્વીજ પટેલે કરી હતી. તેવુ જ કઇક આજે કોગ્રેસના સંમેલન દરમ્યાન જોવા મળ્યુ ગુલાબસિંહ રાજપુત, ઇન્દ્રવિજયસિંહ ગોહિલને આવકારવા માટે બાઇક રેલી યોજાઇ અને એક કારમાં યુવા નેતાઓ મોટી સંખ્યામાં લટકી ખુલ્લી જીપમાં ફર્યા ખરેખર હેલ્મેટ અને વાહન નિયમન નો તેમા ખુલ્લે આમ ભંગ થયો પરંતુ કોઇ કાઇ બોલ્યુ નહી.
*બન્ને રાજકીય પાર્ટીઓએ જે રીતે પ્રચાર પ્રસાર કર્યો હતો તે અપેક્ષા મુજબના યુવાનો કાર્યક્રમમાં જોડાયા નહી. કોગ્રેસના કાર્યક્રમમાં તો વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જોવા મળી જે યુક્તી પુર્વક લવાયા હોય તેવુ દેખાયુ. તો કચ્છ ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમા યુવા સંમેલનમાં ઓછા યુવાનોની હાજરી ઉડીને આંખે વળગી. પ્રદેશના યુવા પ્રમુખની હાજરી છતા યુવાનો ઓછી સંખ્યામાં દેખાયા અને ભાજપના પીઢ કાર્યકરો આગેવાનો વધુ હતા.
*કૉંગ્રેસનો આ કાર્યક્રમ પહેલાથી ચર્ચામા હતો સંમેલન માટે લાગેલા પોસ્ટરમાં કોગ્રેસના જીલ્લા યુવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાજ ન દેખાયા. જેને લઇને આ સંમેલન ચર્ચામાં હતુ. તો કાર્યક્રમમા પણ કોગ્રેસના જિલ્લા પ્રમુખ ઉપસ્થિત ન દેખાયા જેને લઇને કોગ્રેસનો જુથ્થવાદ ખુલ્લીને સામે આવ્યો.
*તો ભાજપમા પણ વિવાદો અને વર્તમાન સમયે વધેલી જુથ્થબંધીની અસર કાર્યક્રમમાં જોવા મળી હતી. યુવા નેતા ઋત્વીજ પટેલ અને રાષ્ટ્રીય પ્રમુખનુ સંબોધન હોવા છંતા યુવાનોની હાજરી ઓછી હતી તો સંગઠનના પાયાના કાર્યક્રરો આગેવાનો પણ પુરતી સંખ્યામા હાજર રહ્યા ન હતા.
ભાજપ-કોગ્રેસે યુવાનોને દિશા આપવાની જરૂર
*કચ્છમાં ઘણા ઉદ્યોગો આવ્યા કદાચ વિપક્ષ કોગ્રેસે યુવાનોને તેમાં રોજગારી મળે તે માટે કાર્યક્રમો આપ્યા હશે પરંતુ પરિણામલક્ષી કાર્યને લઇ જવામાં તે પણ સફળ નથી. તો બીજી તરફ શાસનમાં હોવા છતા ભાજપે ક્યારેય એ સ્વીકાર સાથે યુવાનો રોજગારી મેળવે તેવા પ્રયત્નો સ્થાનીક લેવલે કર્યા નથી, તે વાસ્તવિકતા છે.
*કચ્છમાં પ્રાથમીક શિક્ષણથી લઇ ઉચ્ચ શિક્ષણ સુધી અનેક સમસ્યા છે. કચ્છમાં રોજગારી સાથે શિક્ષણમા પણ અનેક સમસ્યા છે. શિક્ષણ મેળવવા માટે આજે પણ યુવાનોને દુરદુર સુધી મુશ્કેલી વેઠીને જવુ પડે છે. તેવામા તેમના હક્ક માટે યુવાનોને જાગૃત કરવાનુ કાર્ય ભાજપ કોગ્રેસ યુવા પાંખે ક્યારેય કર્યુ નથી.
* યુવાનો માટે કચ્છમાં ઉચ્ચ શિક્ષણ સાથે ની અન્ય સુવિધા ચોક્કસ વધી છે. પરંતુ હોસ્ટેલથી લઇ શિક્ષકો પ્રોફેસરની ઘટ આજે પણ કચ્છમાં છે. જેને લઇને કોઇ રાજકીય પાર્ટીઓએ યુવાનોને માર્ગદર્શન આપવાની સાથે તેમના પ્રશ્ર્નો ઉેકલવા પ્રયત્ન કર્યો નથી.
*યુવાનો ટોળાશાહીનો હિસ્સો બની રહ્યા છે. કચ્છમાં આજકાલ એક ટ્રેડ ચાલુ થયો છે. યુવાનો નાનામાં નાના મુદ્દાઓને લઇને ટોળા સાથે વિરોધ કરતા થયા છે. કેટલાક કિસ્સામાં યુવાનીના ઉત્સાહમાં અને કલંકિત અને હિંસક ધટનાઓ પણ બની છે. પરંતુ તેમને સાચી દિશા આપવાનુ કામ કોઇ રાજકીય પાર્ટીએ કર્યુ નથી.
* કચ્છ ના યુવા વર્ગમાં આપધાતના કિસ્સાઓ આજે વધ્યા છે. જેમા મોટી ઉમરના વ્યક્તિઓ કરતા શિક્ષણમાં નિષફળતાની બીકે અને બેરોજગારી થી હતાશા જેવા નજીવા કારણે યુવાનો જીદંગીને અલવીદા કરી રહ્યા છે. પરંતુ અભીનેતાની યુવાનોના રોલમોડેલ એવા નેતાઓ યુવા સંમેલન દ્વારા હતાશ, નિરાશ યુવાનોને સાચી દિશા આપવાનુ કાર્ય કરતા નથી. જે રાજકીય પાર્ટીના યુવા નેતોઓએ કરવાની જરૂર છે. તો બીજી તરફ યોગ્ય માર્ગદર્શનના અભાવે યુવાનો ગુનાખોરીની દુનીયા તરફ આગળ વધી રહ્યા છે. એ ચિંતાજનક છે. યુવાનો ચોક્કસ રાજકારણનો હિસ્સો બની દેશના વિકાસમાં આગળ હોવા જોઇએ પરંતુ માત્ર રાજકીય પાર્ટીના શક્તિ પ્રદર્શન કે ચુંટણીલક્ષી પ્રચાર માધ્યમનો હિસ્સો હોવા જોઇએ નહી સંવાદ ચુંટણીલક્ષી નહી તેમના ભવિષ્યલક્ષી હોવો જોઇએ.પરંતુ દુભાર્ગયપુર્ણ રીતે દેશનુ ભવિષ્ય એવા યુવાનોને દિશાવિહીન રાખી ને, તેમની સમસ્યાઓને એક બાજુએ રાખીને તેમને લીડર નહી એક માસ તરીકે શક્તિ પ્રદર્શન માટે એકઠા કરવામાં છે, અને તે પણ રાજકીય પાર્ટીઓના કાર્યક્રમની શોભા વધારવા!!. રાજકીય પાર્ટીઓએ વાસ્તવિકતા તરફ પણ થોડુ ધ્યાન આપવાની જરૂરત છે.