કચ્છ માં સ્વાઈન ફલૂ નો પગપેસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ફરી આજે પણ એક વધુ દર્દીને સ્વાઈન ફલૂ પોઝિટિવ નીકળતા આ ૨૦૧૯ના નવા વર્ષ માં માત્ર ૨૫ દિ’ માં કુલ ૮૪ કેસ નોંધાયા છે અત્યારે ફરી ઠંડી વધી છે ત્યારે સ્વાઈન ફલૂના કેસ વધી શકે છે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સ્વાઈન ફલૂની વધતી જતી મહામારીને પહોંચી વળવાનો મોટો પડકાર છે. ગત ૨૦૧૮ ના વર્ષ દરમ્યાન સ્વાઈન ફલૂ ના ૧૨૮૦ જેટલા કેસ નોંધાયા હતા. એટલે કે સરેરાશ મહિને ૧૦૦ કેસ માત્ર કચ્છ જિલ્લા મા જ નોંધાયા હતા સ્વાઈન ફલૂ એ એકબીજાના સંપર્ક દ્વારા ફેલાતો રોગ છે દર્દીએ સ્વાઈન ફલૂ થી સાવધ રહેવા માટે સાવચેતી રાખવી જરૂરી છે જો શરદી સાથે તાવ આવે અને બે થી વધુ દિવસ સુધી શરદી, તાવ અને ખાંસીની તકલીફ દૂર ન થાય તો તુરત જ આજુબાજુ ની સરકારી હોસ્પિટલ અથવા તો અન્ય ખાનગી હોસ્પિટલ માં બતાવી ને જરૂરી લેબોરેટરી ટેસ્ટ સહિતની તપાસ કરાવવી જોઈએ. દર્દીએ ખાવા પીવામાં પરેજી પાળવી જોઈએ ઉઘાડે મોઢે બોલતી વેળાએ મોઢા આડે રૂમાલ રાખવો, છીંક ખાતી વખતે પણ મોઢાની આડે રૂમાલ રાખવો જોઈએ. તબીબની સલાહ મુજબ ટેમી ફલૂ ગોળી લેવી જોઈએ તમામ સરકારી હોસ્પિટલમાં અને દવાખાનાઓ માં સ્વાઈન ફલૂની તપાસ, લેબોરેટરી ટેસ્ટ તેમ જ સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે.