Home Current કચ્છ બન્યું કાશ્મીર – નલિયા ૫.૮ સાથે સૌથી ઠંડુ,કંડલા અને ભુજમાં પણ...

કચ્છ બન્યું કાશ્મીર – નલિયા ૫.૮ સાથે સૌથી ઠંડુ,કંડલા અને ભુજમાં પણ શીત લહેર

1269
SHARE
ફરી એકાએક વાતાવરણમાં આવેલ પલટા ના કારણે સમગ્ર કચ્છમાં શીત લહેર ફરી વળી છે. કાશ્મીર અને ઉતરાખંડની હિમવર્ષાની અસર તળે કચ્છ ગુજરાતનું કાશ્મીર બની ગયું છે. આજે નલિયા ૫.૮ ડિગ્રી સાથે સમગ્ર ગુજરાતનું ઠંડુ શહેર બની ગયું છે. ઉષ્ણતામાનના ગગડતા પારાની અસર સમગ્ર કચ્છ જિલ્લામાં વર્તાઈ રહી છે. નલિયા ૫.૮ પછી કંડલામાં પારો ૭.૮ ડિગ્રી અને ભુજમાં ૧૦.૨ ડિગ્રીએ પહોંચ્યો છે.

પવન સાથે ડંખીલો ઠાર કાશ્મીર જેવો બર્ફીલો અહેસાસ કરાવે છે

કચ્છમાં ભલે પારો હજી માઇનસ ડિગ્રીએ નથી પહોંચ્યો. પણ, જે રીતે ડંખીલો ઠાર પડી રહ્યો છે, તે ઠાર લોકો ને કાશ્મીર જેવો બર્ફીલી ઠંડીનો અહેસાસ કરાવે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસર તળે ઠંડીની અસર વધી છે. વળી, નોર્થ ઈસ્ટ ઉત્તર પૂર્વીય પવનોની ઝડપ વધી હોઈ ઠંડીની પક્કડ વધી છે. લગ્નોની ભરમાર વચ્ચે કચ્છમાં વધેલી ઠંડી એ જનજીવનને પોતાના ભરડામાં લઈ લીધું છે.