Home Social ‘મેળાવો’ 13 : મળીએ ‘મણીકર્ણિકા’ મૂવીની પ્લેબેક સીગર બોલીવુડની પ્રતિભા સમાન પ્રતિભાસિંગ...

‘મેળાવો’ 13 : મળીએ ‘મણીકર્ણિકા’ મૂવીની પ્લેબેક સીગર બોલીવુડની પ્રતિભા સમાન પ્રતિભાસિંગ બાગેલને.

1235
SHARE
ધૈર્ય છાયા દ્વારા : ફેસબુક અને ન્યુઝ ફોર કચ્છના માધ્યમથી દર રવિવારે પ્રકાશિત થતી ઈ – કૉલમ ‘મેળાવો’ના 13માં એપીસોડમાં સ્વાગત.
શોશ્યલ મીડિયા આજના જમાના માટે સૌથી મોટું પ્લેટફોર્મ. મળીએ તાજેતરમાં રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મ ‘મણીકર્ણિકા’ મૂવીની પ્લેબેક સીગર બોલીવુડની પ્રતિભા સમાન પ્રતિભાસિંગ બાગેલને.
‘ઓ.. રાજાજી… ઓ… મહારાજાજી.., નયના ચુગલ ખોર રાજાજી..’ ગીત ખુબ ફેમસ થઇ રહ્યું છે.
તેણીએ તેના વતન રીવાથી મુંબઇ ‘સપનાનું શહેર’ ની લાંબા મુસાફરી કરી છે. સંગીત રિયાલિટી શો પર તેણીના અવાજની શક્તિ માટે જાણીતા બન્યાં પછી, તેણીએ ઇસૅક, બોલીવુડ ડાયરીઝ, શૉરગુલ, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, ઝીદ અને બાબા રંસાઆ પીઅર સહિતની ફિલ્મો દર્શાવવા માટે અવાજ આપ્યો. . પ્રતિભાનો સંગીત સાથેનો નાતો નાનપણથી જ છે. ઘરમાં પણ સંગીતનો માહોલ મળતો. ૨૦૦૮માં મુંબઈ આવવાનું થયું.. ઝી ‘ સારેગામા’માં ૨૦૦૮ના કોમ્પીટીશનમાં ભાગ લીધો. ત્યારથી આજ સુધી મુંબઈ જિંદાબાદ. પ્રાથમિકથી લઈને કૉલેજ સુધીના દિવસો રીવામાં જ વીત્યા. મ્યુઝીકની શરૂઆત પણ રીવાથી જ. એમના પપ્પા , મમ્મી પણ સારા ગાયક છે. કાકા સારા તબલા વાદક. એ ત્રણ વર્ષની હતી ત્યારથી જ ગાવાનું શરુ કરી દીધું હતું. કાકા મ્યુઝીક યુનિવર્સીટીમાં હતા ત્યારે ઘરમાં આખી આખી રાત રીયાઝ ચાલતો… વિધાર્થીઓની અવર જવર રહેતી. જયારે ૫માં ધોરણમાં હતી ત્યારે જ્યા શિશુ વિદ્યા મંદિર શાળા તરફથી કોમ્પીટીશનમાં ભાગ લીધો છે. બાળ દિવસ નિમિતે ભોપાલ જઈને સારા સારા પ્રાઈઝીસ જીતીને આવ્યા છે. ૧૧માં ધોરણમાં હતી ત્યારે જ આર.જે. પસના સાહેબ પાસે મ્યુઝીક શીખવા જતી. એમને બહુજ મહેનત કરી છે. આજે સફળ થઇ છે પણ પરિશ્રમ ખુબ જ કર્યો છે. જ્ઞાન તો જ્ઞાન છે… એ સદાય તત્પર રહે છે. જ્યાંથી પણ સારું મળે શીખવાનો પ્રયાસ કરે છે. વેસ્ટન ગાયકી પણ પસંદ છે.. શીખવું પણ પડે… મુંબઈમાં વેસ્ટન ક્લાસિકલ શીખે છે. લાઈફનો ટર્નીંગ એટલે ઝી ‘સારેગામાપા’.
ફિલ્મ ‘મણીકર્ણિકા’માં પ્રતિભાએ ‘ટકટકી..’ અને ‘ઓ.. રાજાજી.’ બે ગીતો ગયા છે.. જે હાલ છવાઈ ગયા છે.. ફિલ્મમાં ગીત ગાવાનો રાજીપો હોવા કરતા જે મહાન વ્યક્તિના નામ ઉપરથી આ ફિલ્મ બની છે જેમાં તેમનો પણ હિસ્સો હોવાનું તેમને ગૌરવ છે. ‘ઝાંસી કી રાની’ને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે. પ્રસુન્ન જોશીજીના લીરીક્ષ સુંદર રીતે પ્રસ્તુત થયા છે. ‘ઇવેન્ટ ફૂલ ડે’, ‘ઇવેન્ટ ફૂલ ઇવનિંગ’ એમને બહુ પસંદ છે… એ ક્યારેય બોર થતી નથી.. સોસીયલ મીડિયામાં એક્ટીવ રહેવું ગમે છે. વતન એમ.પી. રીવામાં જ એમનું પિયર છે સાસરું પણ, ‘બાઝાર’ ફિલ્મમાં રાહત ફતેહ અલી ખાન સાથે ગાવાનો મોકો મળ્યો છે. ‘તેરે બીના મૈ અધૂરા લબ્ઝ હું’, ‘લગતા હૈ ઈશ્કક સજદા રે..’ બહુ બ્લેઝ્ડ ફિલ કરે છે કે.. આખા પરિવારને મ્યુઝીકથી નવાજ્યું છે. જયપુરમાં છેલ્લા ૩૫ વર્ષથી યોજાતા ‘સુર સંગમ’ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી જાય છે.
આજે શોસીયલ મીડિયા એટલું પ્લેટફોર્મ પૂરું પડે છે કે જો યોગ્ય દિશાએ રીયાઝ કરવામાં આવે તો સફળ કલાકાર બનતા વાર નથી લાગતી.
ઇન્દોરમાં પ્રતિવર્ષ લતા મંગેશકર અલંકાર એવાર્ડ જાહેર થાય છે,,, જેમાં ૨૦૦૮માં આ એવાર્ડ પ્રતિભાને ફાળે ગયો… ત્યારે ‘સારેગામા’ના ઓડીશન ચાલતા હતા… એક મહિના પછી સિલેકશન માટે ફોન આવ્યો. ૨૦૧૩માં પહેલી વાર ‘ઈશક’ ફિલ્મમાં ગાવાની તક મળી.. શંકર મહાદેવનજી સાથે પણ ગાવાની સુંદર તક મળી. ૧૦થી વધુ ફિલ્મોમાં ગાયું છે.. ૩૦થી વધુ દેશોમાં પર્ફોમન્સ આપ્યું છે. મ્યુઝીકલ વર્કશોપ કરવા માંગે છે. એમનું એક સુંદર ગુજરાતી સોંગ પણ આવી રહ્યું છે… ખુબ શુભેચ્છાઓ… પ્રતિભાને..!!