તારીખ-09-02-19
ગાંધીધામ બી-ડીવીઝન પોલિસે ચોરી લુંટનો ભેદ ઉકેલ્યો
ગાંધીધામના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસમા થયેલી એક લુંટ અને એક વાહનચોરીની ઘટનાનો ભેદ ગાંધીધામ બી-ડીવીઝન પોલિસે ઉકેલી નાંખ્યો છે. 31 તારીખે ગાંધીધામમાંથી એક ટ્રેલરની ચોરી થઇ હતી. જેમાં પોલિસે આજે સંદીપ ઉર્ફે સોનુ રામફલ ચમાર સુનિલ બલરાજ ચમાર તથા બિન્દરજોરસિંહ ચમારની ધરપકડ કરી છે. તો બીજી તરફ ગઇકાલે ગાંધીધામમા છરીની અણીએ લુંટની ફરીયાદ નોંધાઇ હતી જેમાં બે અજાણ્યા શખ્સોએ 900 રૂપીયાની લુંટ કરી હતી જે મામલે આજે બી-ડીવીઝન પોલિસે ફિરોજ કારા ત્રાયાની ધરપકડ કરી છે.
એક સપ્તાહમા બીજી વાર ક્રિકમાંથી પાક ઘુસણખોર ઝડપાયો
એક તરફ પાકિસ્તાન ભારતીય જળસીમાંમાંથી ભારતીય બોટ અને માછીમારોનુ અપહરણ કરી રહ્યું છે. ત્યા બીજી તરફ કચ્છની ભૌગોલીક સ્થિતીનો લાભ લઇ કચ્છ સુધી માછીમારી માટે આવતા માછીમારો પણ ઝડપાઇ રહ્યા છે. 4 દિવસ પહેલાજ કચ્છની કોટેશ્વર નજીકની ક્રિકમાંથી એક બોટ સાથે બે પાક ઘુસણખોર ઝડપાયા હતા. તેવામાં આજે વધુ એક પાકિસ્તાની ઘુસણખોર ભારતીય જળસિમામાંથી ઝડપાયો છે. ઝડપાયેલા પાકિસ્તાનીની પુછપરછ ચાલુ છે અને શક્યત એવી છે. કે ચાર દિવસ પહેલા ઝડપાયેલી બોટ પૈકીનો ઘુસણખોર આ શખ્સ હોઈ શકે છે અને પરિસ્થિતીનો લાભ લઇ ચાર દિવસ તે અટપટ્ટી ક્રિકમાં તે રહ્યા બાદ આજે સુરક્ષાબળની પેટ્રોલીંગ દરમ્યાન તે ઝડપાયો છે. હાલ બી.એસ.એફ દ્વારા તેની પુછપરછ ચાલુ છે.
ખેત નુકશાની બદલ GWIL એ 13 ખેડુતોને ચુકવ્યા 55.63 લાખ
અંજારથી કુકમા સુધીની પાઇપલાઇન નાખવાનાં ચાલી રહેલા કામને ૧૪ મહીનાના બદલે રેકોર્ડ સમયમાં એટલે કે ફકત ચાર મહીનામાં યુધ્ધના ધોરણે પૂરૂ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. એટલી જ ઝડપે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ દ્વારા અંજારથી કુકમા સુધીની જમીનની નીચે પાઇપલાઇન નાખવાના ખોદાણથી જમીનને નુકશાની અને પાક નુકશાની માટે ચુકવવાની થતી રકમનું પણ ખેડૂતોને ત્વરિત ચૂકવણું શરૂ કરી દેવામાં આવ્યું છે રતનાલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી અને અંજારના ધારાસભ્ય એવા શ્રી વાસણભાઈ આહિરનાં હસ્તે રતનાલ-ચુબડકના ૧૩ ખેડૂતોને નુકશાની વળતર પેટે રૂ. ૫૫.૬૩ લાખથી વધુ રકમનાં ચેક અર્પણ કરી કાર્યનો શુભારંભ કરાયો હતો. GWIL શ્રી ઝાલાએ જે ખેડૂતોના ૭/૧૨ અને બેંકના આધારો આપવાના બાકી હોય તેઓને પણ રજૂ કરી દેવા અનુરોધ કર્યો હતો.
મણીકર્ણીકા ફિલ્મના બે ગીતોમા સ્વર આપનાર કલાકારે લીધી કચ્છની મુલાકાત
હજુ થોડા સમય પહેલાજ નાગાલેન્ડના રાષ્ટ્રપતીએ LLDC ની મુલાકાત લીધી હતી ત્યારે આજે હાલમાંજ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર બનેલી ફિલ્મ મણીકર્ણીકામાં બે ગીતોમા સ્વર આપનાર સીંગર પ્રતિભા બાગલેએ LLDC ની મુલાકાત લીધી હતી. કચ્છના અન્ય ફરવા લાયક સ્થળો સાથે કચ્છની સંસ્કૃતિ નિહાળી પ્રતિભા બાગલે પ્રભાવીત થઇ હતી. પત્રકાર પરિષદને સંબોધન સાથે કચ્છની કળા સંસ્કૃતિના તેમણે ભરપુર વખાણ કર્યા હતા.
પશ્ચિમ કચ્છના પુર્વ અને વર્તમાન પોલિસવડા આજે રહ્યા ચર્ચામાં
2019ની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં વિવિધ વિભાગોમા બદલીઓનો દોર શરૂ થયો છે ત્યારે ટુંકમાંજ રાજ્યમાં આઇ.પી.એસ અધિકારીઓની બદલીના ભણકારા વાગી રહ્યા છે જેમાં પશ્ચિમ કચ્છના પોલિસવડાનો પણ સમાવેશ થશે તેવી ચર્ચા આજે દિવસભર કચ્છના પોલિસબેડા સહિત જાણકારોમાં રહી હતી ટુંકમાંજ ગૃહવિભાગ દ્વારા આ યાદી બહાર પડાશે જેમા પશ્ચિમ કચ્છ જીલ્લા પોલિસવડાની બદલી પણ થાય તેવી ચર્ચાએ જોર પક્ડયુ હતુ તો બીજી તરફ કચ્છમાં અગાઉ ફરજ બજાવી ગયેલા પોલિસવડા મકરંદ ચૌહાણ પણ આજે સમાચાર માધ્યમોમા ચર્ચાનુ કેન્દ્ર બન્યા હતા. કરમસદમા મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સરદાર પટેલના નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા ત્યારે શ્રી ચૌહાણે ટેલિવિઝનની મહિલા પત્રકાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.