Home Social ભુજમાં 31 કલાક અવિરત નોબત વાદન અને મૃત્યુંજયના જાપ સાથે શહીદોને અપાશે...

ભુજમાં 31 કલાક અવિરત નોબત વાદન અને મૃત્યુંજયના જાપ સાથે શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ

4799
SHARE
પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશવાસીઓ શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે ત્યારે ભુજના જાણીતા નોબત વાદક શૈલેષ જાની દ્વારા મૃતાત્માના મોક્ષાર્થે અને શહીદોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિના આશ્રય સાથે એક અનોખા શ્રદ્ધાંજલિનાં કાર્યક્રમનું આયોજન કરાયું છે 19 ફેબ્રુઆરી મંગળવારે સાંજે 7 વાગ્યાથી ભુજના કલાકાર શૈલેષ જાની અવિરત 31 કલાક નોબતના નાદ સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરશે સતત બે દિવસ ચાલનારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો મહામૃત્યુંજયના જાપ સાથે દિવંગતોના મોક્ષની પ્રાર્થના કરશે આ કાર્યક્રમ દરમ્યાન સુપ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર,ગીતાબેન રબારી, યોગેશપુરી ગોસ્વામી,દેવરાજ ગઢવી,સમરથસિંહ સોઢા,નિલેશ ગઢવી,હરિ ગઢવી,પ્રવીણભાઈ (સુરદાસ),તેજદાન ગઢવી સહિતના ભજનિકો, ગાયકો અને વાદ્ય કલાકારો પોતાના સુર અને સાજ વડે શ્રદ્ધા સુમન અર્પણ કરશે આ આયોજનમાં શ્રી ભૂતનાથ સેવા સંસ્થાન,ઝુલેલાલ સોસાયટી, સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ,સહિત શહેરની સંસ્થાઓ પણ સહયોગી બનશે અગાઉ પણ ધાર્મિક હેતુ સાથે સતત 24 અને 48 કલાક એમ બે વખત નોબત વાદન કરી ચૂકેલા કલાકાર શૈલેષ જાનીએ ન્યૂઝ ફોર કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે સૌ કલાકારો અમારી કલાના માધ્યમથી દેશની રક્ષા કાજે શહીદી વહોરનારા જવાનોના મોક્ષ માટે, અને તેમના પરિવારને આત્મબળ મળે એ માટે આ આયોજન કર્યું છે આ આયોજન દરમ્યાન શહીદ પરિવાર માટે ફંડ પણ એકત્ર કરીશું જેથી કચ્છના સૌ નાગરિકોને અમારી અપીલ છે કે આ આયોજન દરમ્યાન શ્રદ્ધાંજલિની સાથે સાથે સૌ કોઈ પોતાનું યથાશક્તિ યોગદાન આપે હમીરસરને કાંઠે શ્રી ધીંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાનારા આ કાર્યક્રમનો સંતો મહંતો સહિત વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા પ્રારંભ કરાવાશે એકતા અને સમરસતાની ભાવનાથી સદ્દગતોની શાંતિ અર્થે કાર્યક્રમના બીજા દિવસે 20 ફેબ્રુઆરી બુધવારે સવારે 10 વાગ્યે જાણીતા કથાકાર મોટા ભાડિયાના શ્રી કશ્યપ મહારાજ શાસ્ત્રીના અધ્યક્ષ સ્થાને દિવંગતોની શાંતિ અર્થે હવન યોજાશે આ બે દિવસના આયોજન દરમ્યાન શહેરની શાળા, કોલેજોના છાત્રો પણ ત્રિરંગા સાથે રેલી સહિત શ્રદ્ધાંજલિનાં કાર્યક્રમમાં જોડાશે. આ આયોજનમાં શ્રદ્ધાંજલિ અર્પવા અને શહીદોના પરિવારને મદદ રૂપ બનવા સૌ કચ્છવાસીઓને કલાકારો અને આયોજકો તરફથી અપીલ કરાઈ છે.