Home Social ‘મેળાવો’: 14 મળીએ મોરારીબાપુના ચહિતા ગાયક.. અને સ્ટાર પ્લસના ‘દિલ હૈ હિન્દુસ્તાની’...

‘મેળાવો’: 14 મળીએ મોરારીબાપુના ચહિતા ગાયક.. અને સ્ટાર પ્લસના ‘દિલ હૈ હિન્દુસ્તાની’ રીયાલીટી શોના ‘ફકીર ખેતા’ ગ્રુપના ખેતા ખાનને.

1084
SHARE
ધૈર્ય છાયા દ્વારા : મેળવો 14 – દર રવિવારે ફેસબુક અને ન્યુઝ ફોર કચ્છના માધ્યમથી પ્રકાશિત થતી ઈ કૉલમ ‘મેળાવો’મા મળીએ પ્રિય મોરારીબાપુના ચહિતા ગાયક.. અને સ્ટાર પ્લસના ‘દિલ હૈ હિન્દુસ્તાની’ રીયાલીટી શોના ‘ફકીર ખેતા’ ગ્રુપના ખેતા ખાનને.
આમતો આ ગ્રુપને મુંબઈમાં મળેલો છું.ઓસમાણ મીરના આલ્બમ ‘ તેરી ખુશ્બુ’ ના લોન્ચિંગ વખતે.,
ખુબ પ્રેમાળ કલાકારો છે.. યોગાનુયોગ ફરી ભુજમાં જ આ કલાકારો સાથે ‘મેળાવો’ થઇ ગયો.
પ્રિય મોરારીબાપુની રામકથા ચાલતી હોય અને કથા દરમ્યાન વ્યાસપીઠ પાસે બેસીને કળા રજુ કરવા મળે એ સદનસીબ છે.. ખેતાખાનને બાપુ કથા દરમ્યાન જ સુફી, ભજન ગાવા માટે નિમંત્રિત કરે… એ ભાગ્યની વાત છે.. આવા ઘણા મોકા ખેતાખાનને મળ્યા છે.. બાપુના જન્મસ્થાન તલગાજરડાનું પણ તેડું એમને આવ્યું .. બાપુની ઉપસ્થિતિમાં ઓસમાણ.મીર, કીર્તીદાન ગઢવી, સાથે બેસ્ટ જુગલ બંધીની સંતવાણીતો દરેકે માણી જ હશે.. સુપર ડુપર .. આ રહી લીંક.

મૂળે બાડમેર રાજસ્થાન નજીક આવેલા વિસાલા ગામના તે વતની. ૧૩મી ફેબ્રુઆરીના જ એમનો જન્મ દિવસ ગયો… શુભેચ્છાઓ,!!… શાળામાં જઈ અભ્યાસમાં ખાસ ધ્યાનના આપનારા સંગીતને આત્મસાત કર્યું અને વિશ્વના ૧૦૦થી વધુ દેશો ફરી લોક કલાને ઉજાગર કરી. ફકિરાખાન બસરાખાન એમના કાકા. એમની પાસેથી જ સંગીત, ગાયકીની તાલીમ લીધી. રાજસ્થાનમાં યજમાનોને ત્યાં ખેતાખાનને ગાવા માટે લઇ જતા. શુભકાર્યો હોય.., લગ્ન, બાળજન્મ સમારંભ, કે જુદા જુદા તહેવારોમાં લોક પરંપરાગત સંગીત પીરસવા જતા. આધુનિક સંગીતના યુગમાં આજેય એવા પણ કલાકારો છે જેમણે સંસ્કૃતિ ટકાવી છે.. એવા ગ્રુપ પૈકીનું છે ‘ફકીરા-ખેતા’ ગ્રુપ. પ્રિય મોરારીબાપુ પણ એમના શ્રોતા. ખેતાખન જયારે નાના હતા ત્યારે એમના કાકા ફકીરાખાન એમને કલ્ચરલ સેન્ટરના કાર્યક્રમોમાં ભાગ લેવા લઇ જતા.. ૧૯૯૫માં દિલ્હી ખાતે સ્વતંત્રતા દિવસના ઉપક્રમે ૧૫૦ બાળ કલાકારો એકત્ર થયા હતા… જેમાં ખેતાખાન એક હતા. એ પછી સિલસિલો ચાલ્યો.. અને એક પછી એક કાર્યક્રમો કર્યા. પારંપરિક પહેરવેશને સાથે રાખી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંગીત પીરસી રહ્યા છે.. મીરાં, સંત તુલસીદાસ, કબીરદાસજીના ભજન, ‘બાની’, લોક સંગીત એમના મૂળ છે. ૨૦૧૫આ રામદેવરા ખાતે પ્રિય મોરારીબાપુને મળી ધન્યતા અનુભવી. મથુરા, અમૃતસર, સાઈધામમાં પણ એમને ભજનવાણી પ્રસ્તુત કરી છે. બાપુની ઉપસ્થિતિમાં ગાઈને કલ્યાણ થઇ ગયાનું અનુભવ્યું. બાપુ સાથે કેન્યા પણ ગયા. રાજસ્થાનમાં શરૂઆત ‘મહાગુણીયા’ ગ્રુપ તરીકે ઓળખાતું પણ ખેતાખાનના ચાહક વર્ગ જોતા ‘ફકીરા ખેતા’ ગ્રુપ બન્યું..એમની ઓફિસિયલ વેબસાઈટ પણ છે.
http://www.fakirakhetaandgroup.com/index.html
આ ગ્રુપે ૧૦૨ જેટલા દેશોમાં કાર્યક્રમો આપી સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે. અમેરિકન ફિલ્મ ફેસ્ટીવલમાં એ. આર. રહેમાન સાથે જવાનો મોકો મળ્યો. કેનેડી સેન્ટર ખાતે પણ કળા પ્રસ્તુત કરી છે. કૈલાસ ખૈર, સલીમ મર્ચન્ટ સાથે પણ શો કર્યા. સ્ટાર પ્લસ ટીવી પર આવી ગયેલી ‘ યે દિલ હૈ હિન્દુસ્તાની’ રીયાલીટી શોમાં ૫૦૦ જેટલી એન્ટ્રીઓ આવી હતી.. જેમાંથી ૩૦૦ સિલેક્ટ થયા.. પછી ૨૦૦, પછી ૧૫૦, એમાંથી ૫૦, એ પછી ટોપ ૧૦ અને અંતમાં ૫ ગ્રુપ પસંદગી પામ્યા જેમાં ‘ફકીરખેતા’ ગ્રુપ પસંદ પામ્યું.. શાહરૂખ ખાનની ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો.. જેમાં એસ.આર.કે. ઝૂમી ઉઠ્યો. .. ફ્રાંસ સરકારે એમને ખાસ સન્માનિત કર્યા છે. ૨૦૦૦માં સદગત વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપયીજીના હસ્તે એમને સન્માનિત કરાયા છે.
રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી પ્રજાસત્તાક ડે ઉજવણી પરેડ ગ્રાઉન્ડ અને 1991-92 અને 2001-2-2003 માં પાંચ વખત સન્માન મેળવ્યું
2008માં રાજસ્થાનના ગવર્નર. એસ. સિંહ અને માનનીય મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સન્માનિત કર્યા.
2012માં નેશનલ મ્યુઝિક ડ્રામા એકેડમી તરફથી રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
માનનીય મુખ્યમંત્રીશ્રી ગોવા દ્વારા ફેસ્ટિવલ 2007માં સન્માનિત કરાયા.
કોમલાડાને શ્રેષ્ઠ લોક કલાકાર પુરસ્કાર દ્વારા, રાજસ્થાનની લય વતી, 3.3.2016 માં યોજાયેલા લોક તહેવાર પર એવોર્ડ મળ્યો હતો.
જોર્ડનમાં યોજાયેલા ‘શબ્દ સુફી ફેસ્ટિવલ’માં મહામહિમ રાષ્ટ્રપતિજી દ્વારા પુરસ્કાર એનાયત કરાયો. મહાન શાસ્ત્રીય સંગીત પંડિત ભીમસેન જોશી, રાજન સાજન મિશ્રા, ઝાકીર હુસૈન, એફજે કુરાશી બિસ મોહન ભટ્ટ રવિશંકર, શિવકુમાર શર્મા, હરીશ પ્રસાદ, વાડાલી બ્રધર્સ, સંપૂર્ણ ચંદ્ર પ્યારેલાલ, ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, રામ નારાયણ જેવા સેલિબ્રિટીઝ સાથે કળા રજુ કરી છે.
૨૦૧૬મ રાજસ્થાન સરકાર દ્વારા ‘શાન એ રાજસ્થાન’ એવાર્ડ મળ્યો.., તો ૨૦૧૭મ ગોલ્ડ રેકોર્ડ એમના ફાળે ગયો. સહજ, હસમુખા એવા ખેતાખાન પારંપરિક સંગીતની સાથે સદભાવનાનો સંદેશ પ્રસરાવતા રહે છે…. શુભેચ્છાઓ.. જય સિયારામ !!