સમગ્ર કચ્છમાં મહાશિવરાત્રીની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહભેર કરાઈ હતી જોકે, કચ્છના ૪૦૦ વર્ષ જુના ઐતિહાસિક એવા ધોસા મહાદેવ મધ્યે ભુજના રામેશ્વર મિત્ર મંડળના યુવાનોએ કરેલ મહાશિવરાત્રીની ઉજવણીમાં શિવ ભક્તિની સાથે એર સ્ટ્રાઈક દ્વારા ભગવાન શિવનું તાંડવ દર્શાવતી દેશભક્તિનો રંગ ઝીલાયો હતો ભુજ થી માત્ર ૧૫ કિલોમીટર દૂર તળાવના રમણીય કિનારે કુદરતના સાન્નિધ્યમાં આવેલ મકનપર ધોસા મહાદેવનું મંદિર હજારો શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ભુજના રામેશ્વર યુવક મંડળના યુવા શિવભક્તોએ અહીં મહાશિવરાત્રીની કરેલી વિશિષ્ટ ઉજવણી ધ્યાનાકર્ષક રહી ભગવાન શિવના મુખારવિંદની તેજસ્વીતા દર્શાવતાં શણગાર સાથે અહીં ભારતના રાષ્ટ્રધ્વજ દર્શાવતો વિશેષ શણગાર કરાયો હતો રામેશ્વર મિત્ર મંડળ વતી ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા બાલકૃષ્ણ મોતા અને જય સી. ગોરે જણાવ્યું હતું કે તાજેતરમાં જ આપણા દેશના વીર જવાનોએ જે રીતે એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં આશરો લેતા આતંકવાદીઓનો ખાત્મો કર્યો એ થીમ દ્વારા અમે લોકોના દેશપ્રેમનો બુલંદ હોંશલો દર્શાવી મહાશિવરાત્રીની ઉજવણી કરી છે આજે આતંકવાદ રૂપી રાક્ષસ નિર્દોષ લોકોની કત્લેઆમ કરી રહ્યો છે, ત્યારે ભારતે ભગવાન શિવની જેમ ત્રિનેત્ર ખોલીને આસુરી શક્તિના પ્રતીક એવા દુશ્મન દેશ પાકિસ્તાનને એ સંકેત આપી દીધો છે કે, જો ભારત તેનું ત્રીજું નેત્ર ખોલશે તો આતંકવાદરૂપી તમામ અસુરોનો ખાત્મો થઈ જશે મહાશિવરાત્રી પ્રસંગે ઉમટેલા હજારો શિવભક્તો એ ધોસા મહાદેવ મધ્યે રૌદ્ર રૂપ દર્શાવતી એર સ્ટ્રાઈકની થીમ સાથે રામેશ્વર મિત્ર મંડળની દેશદાઝને વધાવી લીધી હતી રાત્રે મંદિરને ખાસ રંગબેરંગી લાઈટો ની રોશની સાથે શણગારવામાં આવ્યું હતું મહાશિવરાત્રીની આ ઉજવણીમાં જય સી. ગોર, બાલકૃષ્ણ મોતાની સાથે અન્ય સાથીદારો જીજ્ઞેશ, ભરત, ભાવેશ, રિશી, નીતિન, દિપક, રમેશ, જગદીશ, વિનોદ, દીપ જોડાયા હતા.