Home Current પેરિસ ફેશન વીકમાં કચ્છી રોગાન કલાના વસ્ત્રોમાં વિદેશી સુંદરીઓનું સૌંદર્ય નિખર્યું –...

પેરિસ ફેશન વીકમાં કચ્છી રોગાન કલાના વસ્ત્રોમાં વિદેશી સુંદરીઓનું સૌંદર્ય નિખર્યું – ડિઝાઈનર સલીતા નંદાનો જાદુ છવાયો

1470
SHARE
ફેશનેબલ વસ્ત્રો ખરીદવા માંગતી કચ્છ અને ગુજરાતની માનુનીઓની દોડ સામાન્ય રીતે દેશના મેટ્રો સીટીઝ ના ફેશન ટ્રેન્ડઝ તરફ હોય છે, અથવા તો સોશ્યલ મીડીયા દ્વારા ઓન લાઇન વિદેશમાં ચાલતી ફેશન તરફ તેમની નજર હોય છે તે બધા વચ્ચે બોલીવુડ, હોલીવુડની ફિલ્મોની હિરોઇનો અથવા તો ટીવી અને વેબ સિરિયલની અભિનેત્રીઓ કઈ ફેશનના વસ્ત્રો પહેરે છે, તેની તરફ નજર હોય છે પણ, જો વર્લ્ડમાં ફેશન ડિઝાઇનિંગમાં નંબર વન ગણાતા પેરિસ ફેશન શોની વાત કરીએ તો આ વર્ષે પેરિસ ફેશન શો ૨૦૧૯માં વર્લ્ડના ટોપ ફેશન ડિઝાઇનરો વચ્ચે કચ્છી રોગાન કલાની ડિઝાઇન વાળા વસ્ત્રોનો દબદબો રહ્યો. કચ્છના નાનકડા એવા નિરોણા ગામની રોગાન કલાના વસ્ત્રોમાં નિખરેલા સુંદરીઓના સૌંદર્યએ પેરિસ ફેશન શોમાં ભારે જમાવટ કરી હતી વૈશ્વિક સ્તરે કચ્છી હસ્તકલાનું કામણ આથી અગાઉ પણ અનેક વખત છવાયું છે, પણ આ વખતે કચ્છી હસ્તકલાએ પ્રખ્યાત નાટક હેમલેટના એક પાત્ર એફિલિયાને જીવંત કરી સ્ત્રીની મનોભાવનાની અભિવ્યક્તિ દર્શાવી સૌની વાહ વાહ મેળવી હતી.

યુવાન ફેશન ડિઝાઈનર સલીતા નંદા સાથે કચ્છના નિરોણાના રિઝવાન સીદીક ખત્રી દ્વારા તૈયાર કરાઇ ડિઝાઇન

પેરિસ ફેશન વીક ૨૦૧૯ દરમ્યાન ૨૮ મી ફેબ્રુઆરીએ વિદેશી સુંદરીઓએ રોગાન કળા સાથેના વસ્ત્રો પહેરીને રેમ્પ પર વોક કર્યું હતું. કચ્છની રોગાન હસ્તકલા સાથેના વસ્ત્રો તૈયાર કરનાર પુના અને મુંબઈ સ્થિત યુવા ફેશન ડિઝાઈનર સલીતા નંદાએ જણાવ્યું હતું કે, ભારતની પશ્ચિમી સરહદે આવેલા નાનકડા એવા નિરોણા ગામની આ પ્રાચીન રોગાન કલાને હાલની પેઢીની યુવતીઓ તેમ જ મહિલાઓને પસંદ આવે તેવી કલર ડિઝાઇન અને નવી પેટન્ટ સાથે 3 D ડિઝાઈન ના વસ્ત્રો તૈયાર કરવાનો તેમનો આ પ્રયાસ છે જેથી, ૪૦૦ વર્ષ જુની આ હસ્તકલાને તેમજ તે કલાને સાચવનારા ૭ મી પેઢીને નવું બજાર મળે મૂળ પર્શિયન એવી રોગાન કલા વિશે સલીતા નંદાનું કહેવું છે કે, રોગાન ક્લાની પ્રાકૃતિક ડિઝાઇન અને તેના રંગો એ હેમલેટના સમયની એફિલિયો જેવી સ્ત્રીના સૌંદર્ય સાથે સ્ત્રીની મુક્ત અભિવ્યક્તિ નું પ્રતીક છે રોગાન કલામાંથી તૈયાર થયેલા આ વસ્ત્રો આજની નવી પેઢીની યુવતી અને મહિલાઓ માટે પણ અભિવ્યક્તિનું માધ્યમ બની શકે તેમ છે આખરે વસ્ત્રો એ સ્ત્રીના સર્વગ્રાહી સૌંદર્ય સાથે સૌન્દર્યલક્ષી વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે જોકે, રોગાન કલા વિશે ફોરેન ફેશન ડિઝાઇન વર્લ્ડને વધુ જાણકારી આપતા સલીતા નંદા કહે છે કે, રોગાન એ ૪૦૦ વર્ષ જુની મૂળ પર્શિયન ( ઈરાનની) હસ્તકલા છે, કચ્છમાં તેનો ઉપયોગ ખત્રી પરિવારો દ્વારા મહિલાઓના વસ્ત્રોને જાજરમાન બનાવવા ઘાઘરા, ઓઢણી તેમજ બોર્ડેરમાં કરાતો હતો, રોગાન કલા એ કપડાં પર કુદરતી રંગો દ્વારા પ્રાકૃતિક ડિઝાઇન સાથે કરાતું પેઈન્ટિંગ્સ છે પોતે અને સલીતા નંદાએ સાથે મળીને છ મહિના મહેનત કરીને પેરિસ ફેશન વીક માટે રોગાન કલાના વસ્ત્રો તૈયાર કર્યા હોવાનું રિઝવાન ખત્રી કહે છે પેરિસ ફેશન વીક માટે વસ્ત્રો તૈયાર કરવા સતત કચ્છ અને મુંબઈ વચ્ચે અવરજવર કરનારા ૨૬ વર્ષીય રિઝવાન ખત્રી અને તેમના વડવાઓ વર્ષોથી નિરોણામાં રહીને રોગાન કલા નું કામ કરે છે અત્યારે પુના અને મુંબઈના ફેશન વર્લ્ડમાં પોતાનો વ્યવસાય કરતા અને યુએસમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરનાર સલીતા નંદા સાથે કામ કરીને પોતે ઘણું નવું નવું શીખ્યા હોવાનું રિઝવાન ખત્રી કહે છે ૨૦૧૭માં ભારતના ટોપ ગણાતા લેકમે ફેશન વીકમાં પણ સલીતા નંદા સાથે રિઝવાન ખત્રી રોગાન કલાના વસ્ત્રો રજૂ કરી ચુક્યા છે લેકમે ફેશન વીકની જેમજ પેરિસ ફેશન વીકમાં છવાયેલી રોગાન કલા કચ્છના કસબીઓના વ્યવસાય માટે એક નવા દ્વાર ખોલશે.