Home Current મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિનોદ ચાવડા સોમવારે ભુજમાં ભરશે ઉમેદવારી પત્ર

મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિનોદ ચાવડા સોમવારે ભુજમાં ભરશે ઉમેદવારી પત્ર

1699
SHARE
કચ્છ મોરબી લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ૧ લી એપ્રિલે ફોર્મ ભરવાના છે બીજી વખત સંસદની ચૂંટણી લડી રહેલા વિનોદ ચાવડા માટે ભાજપે જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ઉમેદવાર તરીકેની જાહેરાત બાદ તુરત જ ૨૬/૩ ના ભાજપના આગેવાનો શંભુનાથજી ટૂંડિયા અને શંકર ચૌધરીની હાજરીમાં વિજય સંકલ્પ સંમેલન યોજીને ભાજપે પોતાનો આક્રમક મિજાજ દર્શાવતા ૧ લી એપ્રિલે મોરબી કચ્છના ભાજપના કાર્યકરોની વિશાળ સંખ્યા વચ્ચે ઉમેદવારી પત્ર ભરવાની જાહેરાત કરાઈ હતી જાણવા મળતી માહિતી મુજબ ઉમેદવારી પત્ર ભરવા સમયે હવે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે સોમવારે ભુજ મધ્યે મુખ્યમંત્રી વિજયભાઈની ઉપસ્થિતિ વચ્ચે મોરબી કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ઉમેદવારી પત્ર ભરશે ભુજની હોટલ વિરામ મધ્યે ભાજપ દ્વારા આયોજિત કાર્યકર મિલન ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.