Home Current ભુજની બે મહિલા કર્મીઓએ બેસ્ટ એથલેટ તરીકે મેળવ્યા ગોલ્ડ મેડલ – ગુજરાત...

ભુજની બે મહિલા કર્મીઓએ બેસ્ટ એથલેટ તરીકે મેળવ્યા ગોલ્ડ મેડલ – ગુજરાત ડીજી કપમાં કચ્છની મહિલા પોલીસનો દબદબો

1443
SHARE
શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિની કસોટી કરતા ગુજરાત ડીજી કપ ૨૦૧૯ ની એથ્લેટીક્સ સ્પર્ધામાં ભુજની બે મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ ગોલ્ડ મેડલ મેળવીને કચ્છનું ગૌરવ વધાર્યું છે. કરાઈ એકેડેમી ખાતે આયોજિત વિવિધ રમતગમત સ્પર્ધાઓ વચ્ચે ગોળા ફેંક અને દોડ માં ભુજની બે મહિલા કોન્સ્ટેબલોએ પોતાની શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિ દ્વારા બેસ્ટ એથ્લેટ્સ તરીકેનું બેસ્ટ પર્ફોમન્સ કર્યું હતું. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબેન હરિલાલ બારોટ ગોળા ફેંકમાં પ્રથમ નંબરે આવ્યા હતા. જોકે, ખેલાડી તરીકે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ જાળવી રાખતા ગાયત્રીબેન હરિલાલ બારોટે ૧૦૦ મીટર દોડમાં પણ પ્રથમ નંબર મેળવ્યો હતો. બીજા મહિલા એ.એસ.આઈ કિંજલબેન નારાણભાઈ ખોખરીયાએ દોડ માં શ્રેષ્ઠ પરફોર્મ કર્યું હતું. ભુજના પદ્ધર ગામના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિંજલબેન નારાણભાઈ ખોખરીયાએ ડીજી કપ ૨૦૧૯ માં ૧૦૦ મીટર દોડ માં દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. જોકે, ૧૦૦ મીટર દોડ માં થોડા પાછળ રહી ગયેલા કિંજલબેન નારાણભાઈ ખોખરીયાએ ૨૦૦ મીટરની દોડ માં સાટુ વાળી ને પ્રથમ નંબરે રહી ને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ડીજી કપ ૨૦૧૯ મા એથ્લેટ તરીકે બેસ્ટ પરફોર્મ કરનાર ભુજના બન્ને મહિલા પોલીસ કર્મી ગાયત્રીબેન હરિલાલ બારોટ અને કિંજલબેન નારાણભાઈ ખોખરીયાને ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા એ ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા. તો, ગુંજરાત કક્ષાની ડીજી કપ એથ્લેટીક્સ સ્પર્ધામાં પશ્ચિમ કચ્છ પોલીસનું નામ રોશન કરનાર બન્ને મહિલાઓ ગાયત્રીબેન હરિલાલ બારોટ અને કિંજલબેન નારાણભાઈ ખોખરીયાને બોર્ડર રેન્જ આઈજી ડી. બી. વાઘેલાએ પ્રશસ્તિ પત્ર એનાયત કરીને તેમની સિદ્ધિને બિરદાવી હતી. પશ્ચિમ કચ્છના એસપી સૌરભ તૌલુબીંયાએ બન્ને મહિલા પોલીસને અભિનંદન આપ્યા હતા.