Home Current વિનોદ ચાવડાના ઉમેદવારીપત્ર ભરવા ભુજ આવેલા CM એ શું કહ્યું? – રોડ...

વિનોદ ચાવડાના ઉમેદવારીપત્ર ભરવા ભુજ આવેલા CM એ શું કહ્યું? – રોડ શો સાથે કલેકટર કચેરીએ CM પહોંચ્યા

2843
SHARE
મોરબી કચ્છ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર વિનોદ ચાવડાના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમ માટે ભુજ આવી પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરીને અને નરેન્દ્ર મોદીના શાસનમાં આતંકવાદીઓ સામે પાકિસ્તાન સામે કરાયેલી સર્જીકલ સ્ટ્રાઈક વિશે વાત કરીને રાષ્ટ્રવાદના મુદ્દા સાથે મોરબી- કચ્છના ભાજપના હજારો કાર્યકર્તાઓનો જુસ્સો બુલંદ કર્યો હતો. વિજયભાઈએ ૨૦૧૯ ના લોકસભા ચૂંટણી જંગમાં નરેન્દ્ર મોદીની સામે વિપક્ષોએ કરેલા મહાગઠબંધનને ‘મહાઠગ બંધન’ ગણાવ્યું હતું. તો, રામ મંદિર, કાશ્મીર માં ૩૭૦ મી કલમ સહિતનો એજન્ડા ભાજપ જ શક્ય બનાવશે એટલે ૫૬ ઇંચની છાતીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા હાકલ કરી હતી. અબકી બાર ૪૦૦ કે પાર અને મોદી હૈ તો મુમકીન હૈ એવા સૂત્રો સાથે વિજયભાઈએ ભૂતકાળની કોંગ્રેસની કેન્દ્ર સરકારો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત, અસંતુંષ્ટ આગેવાનો સહિતના મુદ્દે પ્રતિભાવ આપ્યો હતો.

સાંભળો CM ની વાત..

સાંસદ તરીકે ઉમેદવારી કરનાર વિનોદ ચાવડાએ પોતાને સામાન્ય કાર્યકર્તા ગણાવ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશનું સુકાન સંભાળે તેવી લાગણી સાથે મોદી અને અમિત શાહના હાથ મજબૂત કરવા કાર્યકરોને હાકલ કરી હતી. કાર્યક્રમ સ્થળેથી રોડ શો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉમેદવાર વિનોદ ચાવડા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં વિનોદ ચાવડાએ મુખ્યમંત્રી વિજયભાઈ, રાજયમંત્રી વાસણભાઇ આહીર,જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને અન્ય ધારાસભ્યોની ઉપસ્થિતિ માં ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભર્યા પછી પત્રકારોને પ્રતિભાવ આપતા વિનોદ ચાવડા
કચ્છ ભાજપ દ્વારા સંગઠન અને એકતાનું શક્તિ પ્રદર્શન દર્શાવતાં આ કાર્યક્રમમાં રાજયમંત્રી વાસણભાઇ આહીર, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહજાડેજા, માલતીબેન મહેશ્વરી, કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મોરબી ભાજપના પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, વરિષ્ઠ આગેવાનો કચ્છના પ્રભારી બિપિન દવે, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા, પૂર્વ ધારાસભ્યો મુકેશ ઝવેરી, પંકજ મહેતા, કાંતિભાઈ અમૃતિયા (મોરબી), લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી, જિલ્લા મહામંત્રીઓ શૈલેન્દ્રસિંહ જાડેજા, વલમજી હુંબલ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજની અને રોડ શોની વ્યવસ્થા જિલ્લા મહામંત્રી દિલીપ શાહ, જેમલ રબારી, જીગર છેડા, યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોર, શીતલ શાહે સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રદેશની મીડીયા ટીમના પ્રવક્તા અનિરુદ્ધ દવેએ જ્યારે મીડિયાની વ્યવસ્થા ઘનશ્યામ રસિકભાઈ ઠકકર, સાત્વિકદાન ગઢવીએ સંભાળી હતી.