Home Social ભારત – પાકીસ્તાનની આપણી દરિયાઈ સીમાએ કોસ્ટગાર્ડના જવાનોનું ‘ઓપરેશન ટર્ટલ’ – જાણો...

ભારત – પાકીસ્તાનની આપણી દરિયાઈ સીમાએ કોસ્ટગાર્ડના જવાનોનું ‘ઓપરેશન ટર્ટલ’ – જાણો દિલધડક ઓપરેશન વિશે

1261
SHARE
ગુજરાતની આપણા ઓખા, પોરબંદર, મુન્દ્રા અને જખૌ સુધીના દરિયાને પાકિસ્તાનને જોડતી આપણી દરિયાઈ સરહદ ઉપર તૈનાત ભારતીય કોસ્ટગાર્ડના આપણા જવાનો દેશની સુરક્ષા તો કરે જ છે, પણ મધદરિયે ફસાયેલા માછીમારો કે વહાણવટીઓને મદદરૂપ બની લોકોના જીવ બચાવવામાં હમેંશા મદદરૂપ બનતા રહે છે હાલમાં જ કોસ્ટગાર્ડ દ્વારા અનોખું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પોતાના આ અનોખા રેસ્ક્યુ ઓપરેશન વિશે ઇન્ડિયન કોસ્ટગાર્ડના ટ્વીટર હેન્ડલ ઉપર લગભગ દોઢ મીનીટ જેવો એક નાનકડો વીડીયો અને સાથે બે ચાર વાક્યોમાં માહીતી શેર કરવામાં આવી છે.
જાણો ‘ઓપરેશન ટર્ટલ’ ની દિલધડક સ્ટોરી

આ વીડીયોમાં મધદરિયે ફાઇબર બોટમાં સવાર કોસ્ટગાર્ડના ચાર જવાનો એક દરિયાઈ જીવને બચાવવા મથી રહ્યા છે ૫૦ કિલો જેટલું મહાકાય વજન અને બે ફૂટ ની લંબાઈ પહોળાઈ ધરાવતો આ દરિયાઈ જીવ કાચબો માછીમારની જાળમાં ફસાઈને મધદરિયે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો કોસ્ટગાર્ડના જવાનોએ આ જોઈને કાચબાને બચાવવા ‘રેસ્ક્યુ ઓપરેશન’ શરૂ કર્યું હતું અંતે ભારે જહેમત બાદ કોસ્ટગાર્ડના જવાનો કાચબાને બચાવવામાં સફળ રહ્યા માછીમારીની જળમાં ‘કેદ’ મહાકાય કાચબાને ‘આઝાદી’ સાથે એક નવી જિંદગી આપી તેની સાથે મહત્વની વાત એ રહી કે, એ કાચબો વિશ્વમાં દુર્લભ બનતી કાચબાની પ્રજાતિ ‘ઓલિવ રીડલી ટર્ટલ’ હતો મધદરિયે કપરી પરિસ્થિતિમાં દરિયાઈ જીવ પ્રત્યેની કોસ્ટગાર્ડના જવાનોની કરુણતાએ ટ્વીટર ઉપર લોકોના દિલ જીતી લીધા છે ગત બુધવારે કરેલા રેસ્ક્યુ ઓપરેશનનો વીડીયો ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સોમવારે ટ્વીટર હેન્ડલ ઉપર પોસ્ટ કરાયો છે જોકે, તેમાં ભારત પાકિસ્તાનની જળસીમાનો જ માત્ર ઉલ્લેખ કરાયો છે ચોક્કસ સ્થળ વિશે કોઈ માહીતી અપાઈ નથી, પણ આ સૌરાષ્ટ્ર કચ્છની જળસીમા જ છે કે, જે પાકિસ્તાનને ભારત સાથે જોડે છે તે ઉપરાંત આપણા અહીંના દરિયામાં આ ‘ઓલિવ રીડલી ટર્ટલ’ જોવા મળે છે. માછીમારો દ્વારા મધદરિયે માછલીઓ પકડવાની જાળમાં ફસાઈને દર વર્ષે આવા અસંખ્ય કાચબાઓ મોતને ભેટે છે એક દેશથી બીજા દેશ સુધી આ કાચબાઓ સફર ખેડીને પોતાના ઈંડા મૂકે છે કચ્છમાં માંડવીના દરિયા કિનારે ઉપરાંત દેશમાં ઓરિસ્સા સહિતના અન્ય દરિયા કિનારાઓએ આવા કિસ્સાઓ નોંધાયા છે.