Home Current કંડલાપોર્ટમા ઘુસેલા ચાર આતંકવાદીઓ ભાંગફોડ કરે તે પહેલાંજ ઝડપાયા – કમાન્ડોની...

કંડલાપોર્ટમા ઘુસેલા ચાર આતંકવાદીઓ ભાંગફોડ કરે તે પહેલાંજ ઝડપાયા – કમાન્ડોની સફળ મોકડ્રિલ

2015
SHARE
વર્તમાન પરિસ્થિતિમાં દેશ ઉપર તોળાઈ રહેલા આતંકવાદી હુમલાની ચેતવણીને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે મોટી કોસ્ટલ લાઈન ધરાવતાં અને કંડલા જેવું મહાબંદર ધરાવતા કચ્છ જિલ્લામાં અપાયેલા સુરક્ષા એલર્ટને પગલે પૂર્વ કચ્છ પોલીસે આતંકવાદી હુમલાની ચેતવણી સંદર્ભે ઝડપી કાર્યવાહી હાથ ધરીને હુમલાની સાઝીશ નિષ્ફળ બનાવી હતી.

ચાર આતંકવાદીઓ પોર્ટ અને ઓઈલજેટીને નુકસાન કરે તે પહેલાંજ ઝડપાઇ ગયા

પૂર્વ કચ્છ પોલીસને એવો મેસેજ મળ્યો હતો કે બે અલગ અલગ બોટમાં બબ્બેની જોડીમાં સવાર થયેલા આતંકવાદીઓ કંડલાપોર્ટમાં ભાંગફોડને ઇરાદે ઘુસ્યા છે એલર્ટ બનેલી પોલીસે એક બોટને દરિયાની અંદર જ જેટી નંબર ૧૬ પાસે આંતરી લઈને તેમાં રહેલા બે આતંકવાદીઓને ઝબ્બે કરી લીધા હતા જ્યારે બીજી બોટમાં સવાર બે આતંકવાદીઓ ઓઇલ જેટી નંબર ૬ ઉપર પહોંચીને ભાંગફોડ સર્જવાના ઇરાદે છુપાઈ ગયા હતા જોકે કમાન્ડો ઓપરેશન દ્વારા આ બન્ને આતંકવાદીઓ કંઈ પણ નુકસાન સર્જે તે પહેલાં જ તેમને ઝડપી લેવાયા હતા
આ સમગ્ર કમાન્ડો ઓપરેશનની સફળ મોકડ્રિલ પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર ડીવાયએસપી ડી.એસ.વાઘેલાના વડપણ હેઠળ એસઓજી, કંડલા મરીન પોલીસ, કવીક રિસ્પોન્સ ટીમ, બીડીડીએસ, સીઆઈએસેફ, સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી, આઈઓસી ઓફિસર, કંડલાપોર્ટ સ્ટાફ સહિતની એજન્સીઓના ૫૦ થી પણ વધુ અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા.