એક બાજુ ચૂંટણી પુરી થઈ તેને માંડ અઠવાડીયું જ થયું છે ત્યાંજ ભુજમાં પીવાના પાણીની સમસ્યાએ દેકારો બોલાવવાનું શરૂ કરી દીધું છે કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લા મથક ભુજમાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે જોકે, વચ્ચે ચૂંટણી સમયે ૧૫ દિવસ માટે થોડી રાહત હતી પણ, છેલ્લા દોઢથી બે મહિના થયા પીવાના પાણીની સમસ્યા ભુજમાં ઘેરી બની ગઈ છે જોકે, આઘાતજનક વાત એ છે કે, આ સમસ્યા મોટાભાગે માનવસર્જિત છે.
જાણો ભુજ પાલિકા સામે ચોંકાવનારા આક્ષેપો
નર્મદાના પાણી ભલે કચ્છમાં પહોંચ્યા હોય તેવો દાવો ભાજપ સરકાર કરતી હોય પણ, કચ્છના પાટનગર ભુજમાંજ પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે અને લોકો પાણી વગર હેરાન પરેશાન છે આ અંગે ભુજ પાલિકાના કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ભુજ પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે
ભારાપર પાણી યોજના કાંયા વાળા લાલ પાણીને કારણે નિષફળ હોવા છતાંયે ભુજના ધારાસભ્ય દ્વારા ભારાપર પાણી યોજનામાં ત્રણ નવા બોર બનાવવાનો નિર્ણય કરાયો છે જ્યાં પાણીજ કાયાં વાળું નીકળે છે ત્યાં ખોટી જગ્યાએ બોર બનાવવાનો નિર્ણય કોઈ પણ અર્થ વગરનો અને પ્રજાના રૂપિયાની બરબાદી કરે તેવો હોવાનું જણાવતા આ નિર્ણય રદ કરીને રાજેન્દ્રસિંહે કુકમા સમ્પ પાસે નવા બોર બનાવવાનું સૂચન કર્યું છે.
પાણી માટેના બોર બનાવવા માટે બજારભાવ કરતાં ભુજ પાલિકા ડબલ ભાવ ચૂકવતી હોવાનો આક્ષેપ
કરી તે બજારભાવ કેસિંગના એક ફૂટના ૫૦૦ રૂપિયા ચાલતા હોવાનો અને ભુજ પાલિકા દ્વારા બમણા ભાવ ચૂકવાતા હોવાનું પોતાના પત્રમાં લખીને રાજેન્દ્રસિંહે આ ભ્રષ્ટાચાર અટકાવવાની માંગણી કરી છે
ભુજની ભારાપર પાણી યોજનામાંથી વાલ્વમેનો દ્વારા પાણી વેચાતું હોવાનો ગંભીર આક્ષેપ કરતા વિપક્ષી નેતાએ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે પ્રજા પાણી માટે વલખાં મારતી હોય અને વાલ્વમેનો દ્વારા પીવાનું પાણી વેચાતું હોય એ ગેરરીતિ લોકહિતમાં અટકાવવા જણાવાયું છે.
ભુજના વોર્ડ ન.૬,૭,૮,૯ ના અડધા વિસ્તાર અને ૧૧ માં વોર્ડના આખા વિસ્તારમાં પીવાનું પાણી શિવકૃપાનગરના ટાંકા માંથી અપાય છે હવે આ વિસ્તારોમાં ૧૦ થી ૧૫ દિવસે પાણી અપાય છે, જ્યારે શહેરની અંદરની બાજુએ આવેલા વોર્ડ ન. ૬,૭,૮,૯ ના અડધા વિસ્તારમાં પીવાનું પાણી એકાંતરે અપાય છે તો આવો ભેદભાવ શા માટે? ભુજ પાલિકાના પ્રમુખની ભુજ શહેરના લોકો તરફ ભેદભાવભરી નીતિની વિરુદ્ધ રાજેન્દ્રસિંહ જાડેજાએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી ધારદાર સવાલો કર્યા છે.
પ્રમુખ દ્વારા શાસકપક્ષના નગરસેવકો હોય કે વિપક્ષના નગરસેવકો હોય વ્હાલા દવલાની રાજનીતિ મૂકીને ભુજના તમામ વોર્ડ વિસ્તારોમાં એક સરખી પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવવા વિપક્ષી નેતાએ ટકોર કરી છે.
તો, ભુજમાં નર્મદાનું પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે સંબધો સુધારી જુના બાકી લેણા ભરવાની સલાહ પણ વિપક્ષી નેતાએ આપી છે.
આવનારા દિવસોમાં પવિત્ર રમજાન માસ શરૂ થઈ રહ્યો હોઈ પાણીની વ્યવસ્થા સુચારુ બનાવવા વિપક્ષી નેતાએ જણાવ્યું છે એકંદરે ભુજની પાણી સમસ્યા માનવસર્જિત વધુ હોવાનો ચોંકાવનારો આક્ષેપ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે ઉનાળાની વધતી જતી ગરમી વચ્ચે પાણીની સમસ્યાથી પીડાતા ભુજની પ્રજાની પાણીની સમસ્યાને વાચા આપતા વિપક્ષ કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના ભુજ પાલિકા ઉપરના લખાયેલાએ આ પત્ર ભુજ સિટીમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે
જોકે, અહીં રાજકીય આક્ષેપો કે પ્રતિ આક્ષેપોને એક પડખે મૂકીને અખબારી ધર્મની રીતે એ વાત કરવી પણ જરૂરી છે કે, ચૂંટણીના ૧૫ દિવસ દરમ્યાન જો પાણીની સમસ્યા હળવી થઈ શકતી હોય તો હમણાં કેમ તે વિકરાળ બની રહી છે? ભુજના યુવા નગરસેવકોના બેલગામ વહીવટ અને ભુજ પાલિકાના આંતરિક રાજકારણ ઉપર ઝોન પ્રભારી કે ભાજપ સંગઠનની પકડ નથી એવું લાગી રહ્યું છે દુઃખ એ વાતનું છે કે, નર્મદે સર્વ દે નો સૂત્રોચ્ચાર કરનાર પ્રજા નર્મદાના પાણી હોવા છતાં પાણી માટે વલખાં મારી રહી છે. એ કડવું સત્ય છે.