ભક્ત અને ભગવાન વચ્ચેનો ભક્તિ સબંધ અનોખો છે પોતાના ઇષ્ટ દેવ પ્રત્યે આસ્થા ધરાવતા ભક્તો કંઈ પણ કરવા તૈયાર હોય છે ભુજના નવા સ્વામિનારાયણ મંદિર મધ્યે ભગવાનને સોનાના વસ્ત્રો (વાઘા) અને મુગુટ અર્પણ કરાયા પછી ફરી એકવાર ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભક્તોએ સુવર્ણ વર્ષા કરી છે આવો જાણીએ હરિભકતોની અનોખી સુવર્ણ ભક્તિ વિશે..
કોટ અંદર આવેલા ભુજના જુના સ્વામિનારાયણ મંદિરે પણ થઈ સુવર્ણવર્ષા…
ભુજના કોટ અંદરના વિસ્તાર પારેશ્વર ચોક મધ્યે જુના સ્વામિનારાયણ મંદિરનો ૯ માં પાટોત્સવ પ્રસંગની ઉજવણી યાદગાર બની ગઈ ભગવાન સહજાનંદ સ્વામી દ્વારા જ્યાં નરનારાયણ દેવની સ્થાપના કરાઈ હતી તે વર્ષો જૂનું પ્રસાદી મંદિર તરીકે ઓળખાતું આ મંદિર ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયા બાદ નવું બન્યું ત્યાર બાદ તેનો ૯ મો પાટોત્સવ યોજાયો હતો આ પ્રસંગે મંદિરમાં આવેલ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણદેવ અને શ્રી રાધાકૃષ્ણના ચરણોમાં સોનાના સિંહાસન અર્પણ કરાયા હતા હવે ત્રણેય દેવો સોનાના સિંહાસને બિરાજમાન થયા છે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી ધર્મનંદનદાસજીના હસ્તે સોનાના સિંહાસનોની અર્પણ વિધિ કરાઈ હતી આ ત્રણ સિંહાસનો અમદાવાદના સોની કારીગરોએ તૈયાર કર્યા છે તેમાં અંદાજીત સાડા ૬ કિલો જેટલું સોનુ વપરાયું છે જેના માટે અંદાજીત ખર્ચ રૂપિયા ત્રણ કરોડની આસપાસ કરાયો છે આ સોનાના સિંહાસનો માટે દહીંસરાના રવજી જાદવા ખીમાણી, સુખપરના કાનજી મુરજી મેપાણી અને સુરજપરના પ્રેમજી હીરજી હાલાઈ સહિત ત્રણેય દાતા પરિવારોએ આર્થિક અનુદાન આપ્યું છે.