(ન્યૂઝ4કચ્છ) ભુજ માં ગેરકાયદે બાંધકામ સામે જાગૃત નાગરિકો ભાડા ને આધાર પુરાવા સાથે ફરિયાદ કરે છે.પણ, ભાડા મોટાભાગે જવાબદારી માંથી હાથ ખંખેરી નાખે છે.ભુજ ના આરટીઆઇ એક્ટિવિસ્ટ દત્તેશ ભાવસારે મીરઝાપર હાઇવે ને જોડતા રીંગરોડ ને છેડે આવેલા પાવર જીમ બિલ્ડીંગના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ અરજી કરી ને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. જો કે , આ ફરિયાદ ને ઘણા દિવસો થયા કોઈ કાર્યવાહી ભાડા દ્વારા હાથ ધરાઈ નહોતી. પણ આજે એકાએક ભાડા એ પાવર જીમ ને સીલ કરી દેતા આ ઘટના એ ભુજ માં ખળભળાટ સર્જ્યો છે. પાવર જીમ નું આ બિલ્ડીંગ ભાજપ ના પૂર્વ નગરસેવક રહી ચૂકેલા અનિલ જેઠીના પુત્ર નું છે. પણ , ચર્ચાતો સવાલ એ છે કે ભાડા એ એકાએક કાર્યવાહી શા માટે કરી ? જો સૂત્રો નું માનીએ તો આ કાર્યવાહી નું કારણ મુખ્યમંત્રી નો પ્રજા ની ફરિયાદ માટે નો “સ્વાગત કાર્યક્રમ” હોવાનું મનાય છે.