સંતવાણી,લોક ગીતો સહિત દેશ વિદેશમાં ખ્યાતિ પામનાર કીર્તિદાન ગઢવીને વિશેષ સન્માન કરીને નવાજવામાં આવતા તેમના ચાહકો અને સંગીતપ્રેમીઓમાં પણ ગૌરવ અને ખુશીનો માહોલ છવાયો છે
પોતાના પ્રોગ્રામમાં સતત વ્યસ્ત રહેતા આ કલાકારને કેટલાક ધાર્મિક સ્થળો પર અપાર આસ્થા હોવાથી અવાર નવાર આવા ધાર્મિક સ્થળોએ સ્વાર્થ વિના પરમાર્થના આશય સાથે પોતાની વાણીને પવિત્ર કરતા રહ્યા છે
મોગલધામ ભગુડા સહિત અનેક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ કોઈ પણ અપેક્ષા વિના પોતાના સુરોની આરાધના કરનારા કીર્તિદાન ગઢવીની આ સેવાની નોંધ લઈને તેમને રાજાશાહી પરંપરા અનુસાર પગમાં સોનાનો તોડો પહેરાવીને વિશિષ્ટ સન્માન કરાયું હતું કચ્છ મધ્યે ચાલતી પૂજ્ય મોરારીબાપુની કથા દરમ્યાન ઉપસ્થિત રહેલા કીર્તિદાન ગઢવીને પૂજ્ય મોરારીબાપુ,રાજયમંત્રી વાસણભાઇ આહીરની ઉપસ્થિતિમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે સોનાનો તોડો પહેરાવ્યો હતો.
આ પ્રસંગે કીર્તિદાન ગઢવીએ પોતાના આ અદકેરા સન્માનનો શ્રેય શ્રોતાઓ અને તમામ આરાધ્ય દેવો અને માં મોગલ ને આપતા જણાવ્યું હતું કે હું તો મોગલ છોરુ છું મારી કાલી ઘેલી વાણીમાં આરાધના કરું છું મારી આ આરાધનની કદર થઈ એ બદલ દેશ વિદેશના ચાહકોનો હું ઋણી રહીશ.