અમદાવાદમાં સ્કુલવાનમાં બનેલી અકસ્માતની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આર.ટી.ઓ વિભાગ સફાળુ જાગ્યુ છે અને નિયમોને નેવે મુકીને ચાલતા સ્કુલ વાહનો સામે આર.ટી.ઓ વિભાગે લાલઆંખ કરી છે ભુજમાં આર.ટી.ઓ વિભાગ દ્વારા ચાર ટીમો બનાવી સ્કુલવાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નિયમોનું પાલન નહિ કરનાર સ્કુલવાહન સામે કાર્યવાહી કરવામાં આવી હતી ચાર ટીમ બનાવીને ભુજમાં આર.ટી.ઓએ કરેલી તપાસ દરમ્યાન ૧૦૪ સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી જે પૈકી ૫૦ સ્કુલ વાહન ડીટેઈન કરાયા હતા તો કાયદાનો ભંગ કરવા બદલ ૩.૬૪ લાખ રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો રોડ સેફ્ટીના નિયમોનું પાલન નહિ કરતા સ્કુલ વાહનો બાળકોના જીવના જોખમે અકસ્માતો નોતરી રહયા છે ત્યારે આજે પોલીસ અને આર.ટી.ઓની સયુંકત ટીમોએ શહેરના જાહેર રસ્તાઓ અને સ્કુલોની નજીક તથા ખાનગી સ્કુલો દ્વારા દોડાવાતી સ્કૂલ બસોમા સુરક્ષા મુદ્દે ચકાસણી હાથ ધરી હતી જેમાં અનેક અધુરાશો નજરે પડતાં રોડ સેફટીનો ભંગ કરનારા સ્કૂલ વાહનના ચાલકો દંડાયા હતા તો કડક વલણ અપનાવી આર.ટી.ઓ તંત્ર દ્વારા સ્કુલના બસ સંચાલકોને તેમજ શાળાઓને મેમો આપીને દંડ પણ વસુલ કરાયો હતો આર.ટી.ઓ અધિકારી દિલીપ યાદવના જણાવ્યા પ્રમાણે આગામી એક સપ્તાહ સુધી સ્કૂલ વાહનો સામે તપાસની આ કાર્યવાહી ચાલુ રહેશે અને જે સ્કુલ બસમાં નિયમોનુ ઉલ્લધંન કરાયું હશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે સ્કુલવાહનોમાં વાહનના ડોક્યુમેન્ટ ,ફાયર સેફટી તેમજ બસમાં વિધાર્થીની સુરક્ષા માટે લગાડવાની જાળી , મેડીકલ કીટ હોવી જરૂરી છે
જયારે પણ આવી ઘટના બને છે ત્યારે આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી તો કરે છે પરંતુ ત્યાર બાદ બધું જ ભુલાઈ જાય છે પરંતુ આ કાર્યવાહી બાદ સ્કૂલ વાહન ચાલકો, સ્કૂલ મેનેજમેન્ટ, વાલીઓ અને આર.ટી.ઓ તેમજ પોલીસતંત્ર દરરોજ જીવના જોખમે શાળાએ અવરજવર કરતા બાળકોની સલામતી માટે કેટલા જાગૃત રહે છે, તે જોવુ અગત્યનુ રહેશે.