Home Current ગાંધીધામમાં કોંગ્રેસની જનતા રેડને પગલે ભાજપ હરકતમાં – મગફળીના જથ્થામાં ધૂળ અને...

ગાંધીધામમાં કોંગ્રેસની જનતા રેડને પગલે ભાજપ હરકતમાં – મગફળીના જથ્થામાં ધૂળ અને ઢેફા નીકળ્યા બાદ નાફેડના ચેરમેન-ભાજપના નેતાએ શું કહ્યું? જાણો.

693
SHARE
કચ્છ કોંગ્રેસની જનતા રેડના કારણે ફરી એક વાર મગફળી કૌભાંડ ધુણ્યું છે ગાંધીધામમાં સરકારી ગોડાઉનોમાં રાખેલા મગફળીના જથ્થામાં ફોતરાં,ધૂળ અને ઢેફા હોવાનું કોંગ્રેસી આગેવાનોએ લાઈવ જનતા રેડ દરમ્યાન મીડીયાને બતાવ્યું હતું કોંગ્રેસની જનતા રેડને પગલે ધુણેલા મગફળી કૌભાંડને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે ફોતરા, ધૂળ અને ઢેફા સાથેના મગફળીના જથ્થાના ફોટાઓ અને વીડીયો વાયરલ થયા બાદ ભાજપ હરકતમાં આવી ગયો છે જોકે, તેમ છતાંયે ભાજપે પલટવાર સાથે કોંગ્રેસ ઉપર વળતો રાજકીય હુમલો કર્યો છે નાફેડના ચેરમેન અને ગુજરાત ભાજપના નેતા દિલીપ સાંઘાણીએ જાહેર નિવેદન દ્વારા જણાવ્યું છે કે, ગોડાઉનોમાંથી મગફળીનો જથ્થો બહાર મોકલવાનું બંધ કરી દેવાયું છે ગોડાઉનોને ફરી તાળા લગાવી દેવાયા છે મગફળીના જથ્થામાં ધૂળ અને ઢેફા માટે આ માલ વેંચનાર સહકારી મંડળીઓ જવાબદાર છે સરકાર દ્વારા આ અંગે તપાસ કરાઈ છે, અને ગાંધીધામના ગોડાઉનોમાં રહેલા જથ્થાની પણ તપાસ કરાશે જ્યાં સુધી ગાંધીધામના આ ગોડાઉનમાં આગ લાગવાની વાત છે,એ સંદર્ભે અગાઉ તપાસ થઈ ચૂકી છે.
કોંગ્રેસ લોકોને ખોટું બોલીને લોકોને ગુમરાહ કરતી હોવાનો વળતો આક્ષેપ પણ નાફેડના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સાંઘાણીએ કર્યો છે આમ, મગફળી કૌભાંડના ભૂતે ગુજરાતનો રાજકીય માહોલ ગરમ કર્યો છે કોંગ્રેસે જોકે, જનતા રેડ સમયે જ આક્ષેપ કર્યો હતો કે, મગફળી કૌભાંડની તપાસને રફેદફે કરીને અત્યારે સિંગતેલના ભાવમાં ભડકો થયો હોઈ સરકાર મગફળીના આ ભેળસેળીયા જથ્થાને બજારમાં વેચી દેવા માંગે છે પરંતુ, રાજકીય રીતે થયેલા આક્ષેપો અને પ્રતિઆક્ષેપોને પડખે મૂકીએ તો વાસ્તવિકતા એ છે કે, મગફળીના જથ્થામાં ધૂળ, ઢેફા અને ફોતરા છે એ હકીકત સાચી છે પણ, એ કૌભાંડ કરનારા આગેવાનો અને સરકારી અધિકારીઓને રાજકીય ઓથ મળી રહી છે એ પણ કડવી વાસ્તવિકતા છે અહીં સવાલ ભાજપ સરકારની પ્રતિષ્ઠા સામે છે.