દર્દીઓ પાસેથી તગડી રકમ વસુલ કરીને પણ બાયોવેસ્ટનો યોગ્ય નિકાલ ન કરી પ્રજા અને પશુઓના જાહેર આરોગ્ય સાથે ચેડા કરવાના આમતો અનેક કિસ્સાઓ ભુતકાળમાં સામે આવ્યા છે અને સંમયાતરે આવી ઘટનાઓ હજીયે આવતી રહે છે જોકે, તેની સામે કડક કાર્યવાહીમાં ક્યાક શરમ નડી જતી હોય તેવુ ચિત્ર અત્યાર સુધી ઉપસતુ આવ્યુ છે પણ, ભુજમાં બે દિવસ પહેલા એક જાગૃત નાગરીકે ઉતારેલા અને સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા વીડીયોથી સમગ્ર કચ્છનુ વહીવટી તંત્ર હરકતમાં આવ્યુ છે હોસ્પિટલ પ્રસાશન દ્વારા આ મામલે પોતાનો ગંભીર ગુનો છાવરવા માટે અનેક પ્રયત્નો થયા પરંતુ આ ગંભીર બેદરકારી મુદ્દે કડક કાર્યવાહી કરવા માટે કચ્છ કલેકટર કટ્ટીબધ છે આરોગ્ય વિભાગના પ્રાથમિક અહેવાલમા ગંભીર ક્ષતિ સામે આવતા કચ્છ કલેકટરના આદેશથી આજે વહીવટી તંત્ર, ગુજરાત પ્રદુષણ બોર્ડ (GPCB), પોલિસ અને આરોગ્ય વિભાગની એક સયુંકત ટીમ હોસ્પિટલમાં તપાસ માટે દોડી ગઇ હતી અને વાયબલ હોસ્પિટલની ગંભીર બેદરકારીની સામે એક અહેવાલ તૈયાર કર્યો હતો.
શું સામે આવ્યુ આરોગ્ય વિભાગના પ્રાથમીક અહેવાલમાં?
2 દિવસ પહેલા આ વીડીયો સોશીયલ મીડીયામા વાયરલ થયા બાદ તે જાગૃત નાગરીકો મારફતે કચ્છના કલેકટર સુધી પહોચ્યો હતો જે સંદર્ભે આરોગ્ય વિભાગને આ ઘટના અંગે તપાસ માટે કલેકટરે આદેશ આપ્યા હતા જે મામલે આરોગ્ય વિભાગે પ્રાથમીક તપાસ બાદ અહેવાલ આપ્યો હતો જેમાં વાયબલ હોસ્પિટલ પ્રસાશનની બાયોવેસ્ટ મામલે ગંભીર બેદરકારી સામે આવી હતી જોકે, બોલતા પુરાવા રૂપે ગાયના મુખમાં બાયોમેડીકલ વેસ્ટનો વીડીયો હતો જે જોઈને જીવદયા પ્રેમીઓએ આઘાત અનુભવ્યો હતો જોકે, કલેકટર રેમ્યા મોહને પણ આ ઘટનાને અતિ ગંભીર ગણીને તપાસ ટીમ પાસેથી અહેવાલ મંગાવ્યો હતો જેમાં વાયબલ હોસ્પિટલમાં યોગ્ય રીતે બાયોવેસ્ટનો નિકાલ ન થયો હોવાનુ સામે આવ્યુ હતુ સાથે મલ્ટી સ્પેશિયાલિટી એવી આ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરનારો પેરામેડીકલ સ્ટાફ પણ બિન અનુભવી હોવાનુ સામે આવ્યુ હતુ તો મેડીકલ વેસ્ટના નિકાલ નિયમાનુસાર માટે રાખવામાં આવતી ત્રણ અલગ અલગ ડોલ પણ હોસ્પિટલમાં હતી નહી જેના આધારે કલેકટરે હવે એક તપાસ ટીમનુ ગઠન કર્યુ છે જેમાં વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ અલગ-અલગ મુદ્દે વાયબલ હોસ્પિટલની તપાસ કરશે.
આજે તપાસ ટીમનો મોટો કાફલો હોસ્પિટલ દોડી ગયો
પ્રાથમિક અહેવાલમાં ક્ષતિ જણાઇ હોવા છંતા જ્યારે માધ્યમોએ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો ત્યારે વાયબલ હોસ્પિટલના ડો. મિલિંદ જોશીએ પોતાના સ્ટાફ પર દોષનો ટોપલો ઢોળીને હોસ્પિટલ મેનેજમેન્ટનો લૂલો પોતાનો બચાવ કર્યો હતો પરંતુ આજે જિલ્લા સ્વાગત સમિતિની બેઠક બાદ કલેકટરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં પ્રદુષણ બોર્ડ (GPCB), પોલિસ અધિકારી, આરોગ્ય વિભાગ અને ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામા એક ટીમનુ ગઠન કરાયુ હતુ જે વાયબલ હોસ્પિટલમાં રૂબરૂ તપાસ માટે દોડી ગઇ હતી મેડીકલ બાયોવેસ્ટની વિવિધ ગાઇડલાઇન મુજબ હોસ્પિટલે કઇ કઇ બાબતોનુ ઉલ્લંઘન કર્યુ છે તે અંગે ટીમ તપાસ કરી એક રીપોર્ટ તૈયાર કરશે આજે તપાસ ટિમ દ્વારા વાયબલ હોસ્પિટલના સંચાલક અને સ્ટાફની પૂછપરછ કરાઈ હતી જેના આધારે હોસ્પિટલ સામે જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાશે અહીં વાયબલ જેવી વિવિધ તબીબી સેવાઓ આપતી અને હાઈ પ્રોફાઈલ સંચાલકો ધરાવતી હોસ્પિટલ સામે સવાલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના આરોગ્ય અને જાહેરમાં ફેંકાયેલા બાયોવેસ્ટના કારણે નિર્દોષ લોકો અને પશુઓના આરોગ્ય સામે છે
ભુજના હોસ્પિટલ રોડ લોટસ કોલોની સહિતના વિસ્તારોમા આવેલી હોસ્પિટલ નજીક અનેક વખત આવી બેદરકારીઓ સામે આવી છે પરંતુ ગાયના મુખમા જ્યારે બોયોવેસ્ટ જઇ રહ્યુ છે ત્યારે મામલાની ગંભીરતા સમજી કલેકટરે ન્યાયીક તપાસ સાથે કડક કાર્યવાહીના નિર્દેશ મીડીયાને આપ્યા છે તો ન માત્ર વાયબલ પરંતુ અન્ય હોસ્પિટલોની બાયોવેસ્ટ નિકાલની તપાસણી પણ કરાવાશે.