Home Current ભુજ રેલવે સ્ટેશને પ્રવાસીઓમાં થઈ ધમાચકડી,જાણો આખોયે મામલો – કચ્છી પ્રવાસીઓ માટે...

ભુજ રેલવે સ્ટેશને પ્રવાસીઓમાં થઈ ધમાચકડી,જાણો આખોયે મામલો – કચ્છી પ્રવાસીઓ માટે મુંબઈની રેલવે બની ‘ટેન્શન’ સફર

3778
SHARE
ભુજથી કચ્છ એક્સપ્રેસ દ્વારા રવિવાર તારીખ ૩૦/૬ ના મુંબઈ જઈ રહેલા પ્રવાસીઓમાં ભુજ રેલવે સ્ટેશને ધમાચકડી સર્જાઈ હતી જોકે, આ ધમાચકડીનું કારણ પ્રવાસીઓ નહીં પણ ખુદ રેલવે તંત્ર હતું થયું એવું કે સુપરફાસ્ટ કચ્છ એક્સપ્રેસ ટ્રેન તેના ભુજથી નિયત સમય ૮/૧૫ વાગ્યે ઉપડવાના સમય છતાંયે એન્જીન અને અડધા કોચ સાથે ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવી નહીં જોકે, ટ્રેનના અડધા કોચ પ્લેટફોર્મ ઉપર હતા અને ટ્રેન સમયસર છે એવું સતત એનાઉન્સમેન્ટ પણ થઈ રહ્યું હતું તેમ છતાંયે એન્જીન સાથે અડધા કોચ ન દેખાતાં લાંબા સમયથી પ્લેટફોર્મ ઉપર ઉભેલા પ્રવાસીઓમાં અકળાયા હતા એક તો સામાન અને ઘણા પ્રવાસીઓ સાથે વડીલો પણ જઈ રહ્યા હોઈ દરેક ચિંતામાં હતા કે થયું છે શું? પણ, ભુજ રેલવે સ્ટેશને કોઈ સ્પષ્ટતા પણ ન થતાં પ્રવાસીઓ વધુ પરેશાન હતા જોકે, ચિંતા અને ઉચાટ વચ્ચે અડધા કોચ સાથે એન્જીન ૧૦ મિનિટ મોડું પ્લેટફોર્મ ઉપર પહોંચ્યું હતું.

એન્જીન તો લાગ્યું પણ એસી કોચ ખોવાયા અને પ્રવાસીઓમાં મચી ધમાચકડી

ભુજ રેલવે સ્ટેશને કચ્છ એક્સપ્રેસ દ્વારા મુંબઈ જવા માંગતા પ્રવાસીઓમાં એકાએક ધમાચકડી મચી ગઇ હતી ખાસ કરીને એસી કોચની ટિકિટ ધરાવતા પ્રવાસીઓમાં ધમાચકડી મચી હતી તેનું કારણ એસી કોચ B/1, B/2, B/3 BE/1 અને સ્લીપર ક્લાસનો S/12ની પોઝિશન એકાએક બદલાઈ હતી પ્લેટફોર્મ ઉપર જ્યાં એસી કોચ આવવા જોઈએ ત્યાં એસી કોચ આવ્યા નહીં પરિણામે પ્રવાસીઓ કોચ શોધવામાં પરેશાન થયા પોતાની એસી કોચમાં ટિકિટ હતી તે એસી કોચ ગુમ હતા, S/12 કોચ પણ ગુમ હતો અને સતત ચાલુ રહેતું એનાઉન્સમેન્ટ બંધ હતું જોકે, તે દરમ્યાન રેલવેના મિકેનિકોએ એસી કોચના પ્રવાસીઓને જણાવ્યું હતું કે, કોચ ઉપરના ડબ્બા નંબર ખોટા છે, પ્લેટફોર્મ પર કયો ડબ્બો કયાં આવશે એ લખેલું છે,એ કોચ પોઝિશન બરાબર છે પણ, પ્રવાસીઓમાં ધમાચકડી મચી હતી ડબ્બાની અંદર ઘુસ્યા બાદ ખબર પડી કે આપણી ટિકિટ બીજા કોચમાં છે, ત્યારે ફરી કોચ બદલવો પડ્યો હતો આ સમસ્યાનું કારણ એસી કોચની આવરદા પુરી થઈ ગઈ હતી ખૂબજ જુના એસી કોચની સર્વિસ પુરી થઈ જતા, બીજા એસી કોચ અવેલેબલ ન હોઈ, સયાજીનગરીના એસી કોચ કચ્છ એક્સપ્રેસમાં લગાડી દીધા હતા બે એસી કોચની ખરાબ કન્ડિશનને કારણે પ્રવાસીઓ પરેશાન થયા તો તેની અસર સયાજીનગરી ટ્રેન પર પણ પડી,તેનું કારણ કચ્છમાં વધારાના એસી કોચ ક્યાંથી કાઢવા? ખરેખર બાંદ્રાથી જુના કોચ બદલાવીને નવા કોચ લગાડવા જોઈએ પણ, છેલ્લા એક અઠવાડીયું થયું એસી કોચમાં એસી બંધ હોવા છતાંયે કોચ બદલવામાં આવતો ન હોઈ, રેલવેની બેદરકારીનો ભોગ કચ્છી પ્રવાસીઓ બની રહ્યા છે, આ સમસ્યા જ્યાં સુધી નવા કોચ નહીં લાગે ત્યાં સુધી ચાલુ રહેશે એટલે કચ્છ- મુંબઈ-કચ્છ વચ્ચે એસી કોચમાં પ્રવાસ કરતી વખતે હજી મુશ્કેલી પડી શકે છે.

સુપરફાસ્ટ ટ્રેનમાં પણ ચોર-તસ્કરો, ફેરિયાઓ, ભિખારીઓ અને લોકલ પાસ હોલ્ડરો અને જૂના ડબ્બાઓ, ગંદા શૌચાલયો

સુપરફાસ્ટ ટ્રેનની ટિકિટ ખર્ચ્યા પછી પણ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં કચ્છી પ્રવાસીઓને કડવો અનુભવ થાય છે ટ્રેનના એસી અને સ્લીપર ક્લાસના ડબ્બાઓની હાલત ભંગાર છે, શૌચાલયો ગંદા હોય છે, સફાઈ કોન્ટ્રટકરના માણસો ક્યાંયે દેખાતા નથી ટીસી ધ્યાન આપતા નથી ટ્રેનોમાં પોલીસવાળા આંટો ફેરો કરે તે છતાં પણ ચોરીના બનાવો ઘટવાને બદલે વધે છે રિઝર્વેશન કોચ હોવા છતાં પણ ટ્રેનમાં ઘૂસીને ભિખારીઓ તેમજ ફેરિયાઓ પ્રવાસીને પરેશાન કરી દે છે બુલેટ ટ્રેનને આવકારનાર કચ્છી માડુઓની અપેક્ષા છે કે, કચ્છ-મુંબઈ-કચ્છ વચ્ચે બદતર હાલત ધરાવતા દરેક કોચ બદલાય, પોલીસ પહેરો વધે જેથી, ટ્રેનના ચોરીના બનાવો અટકે સફાઈ વિશે પ્રશાસન ફીડબેક લે એઆરએમથી માંડીને ડીઆરએમ અને વેસ્ટર્ન રેલવેના GM, પીઆરઓ સુઘીના બધાજ કચ્છી પ્રવાસીઓની સમસ્યા તેમજ રોજિંદી સમસ્યાઓથી વાકેફ છે પણ કંઈ કામગીરી કરતા નથી ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદ પણ મૌન છે, જોકે, રજૂઆત. પછી પણ કોઈ પરિણામ દેખાતું નથી એ કડવું સત્ય છે.