રવિવારે રાત્રે ભુજ નગરપાલિકાના યોજનાના ચાલતા કામ દરમ્યાન ભેખડ ધસતા ખાનગી કોન્ટ્રાક્ટર પાસે કામ કરતા મજૂરનું મોત નીપજ્યું હતુ જેને પગલે આજે સામાજીક સંગઠનોએ આ મામલે વિરોધ સાથે ભુજ નગરપાલિકામાં ભારે હોબાળો કર્યો હતો દરમ્યાન આ મામલો ઉગ્ર બનશે એવી દહેશત વચ્ચે ભુજ નગરપાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભુજના એરપોર્ટ રોડ પર રવિવારે રાત્રે ગટરના કામ દરમ્યાન ભેખડ ધસતા અંદર કામ કરી રહેલા મજૂર અરવીંદ જોગીનુ મોત થયુ હતુ સામાજીક સંગઠનોના વિરોધ સાથે ભુજ દલિત અધિકાર મંચ સાથે કોંગ્રેસના રવિન્દ્ર ત્રવાડી સહિતના આગેવાનોએ ભુજ પાલિકામાં ભારે હોબાળા સાથે તાળાબંધી અને ઘેરાવનો કાર્યક્રમ કર્યો હતો જોકે, પોલીસના ચુસ્ત બંદોબસ્તે તેને નિષ્ફળ બનાવ્યો હતો ભુજ પાલિકાએ યોગ્ય તપાસની ખાતરી આપી હતી ઉગ્ર રજુઆત સાથે દલિત અધિકાર મંચે ચીમકી ઉચ્ચારી છે કે ન્યાય નહી મળે તો પાલિકામાં ઉગ્ર આંદોલન કરશે
દરમ્યાન ભુજ પાલિકાએ મજૂરના મોતના દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળ્યો છે અને આ મામલે એન્જીનીયર અને કોન્ટ્રાક્ટર સામે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટર તરફથી મૃતક મજૂરના પરિવારને વળતર સાથે પરિવારમાંથી કોઈ વારસદારને ભુજ પાલિકામાં નોકરી માટેની પણ તૈયારી દર્શાવી છે બે દિવસથી ભુજમાં ચર્ચાઈ રહેલા આ મામલે ભુજ પાલિકાએ હજી કોઇ કાર્યવાહી કરી નથી પરંતુ પોલીસ તપાસમાં જેની ગંભીર ભુલ સામે આવશે તેની સામે કાર્યવાહી કરવાની વાતનો વિરોધ બાદ સ્વીકાર કર્યો છે
તાજેતરમાંજ વડોદરમાં ગટર નિયોજનના કામ દરમ્યાન એક હોટલમાં ૮ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા જોકે, ભુજની આ ઘટનામાં ભારે વિરોધ છંતા પાલિકાએ કોઇની ગંભીર ભુલનો સ્વીકાર કર્યો નથી પરંતુ તપાસ બાદ કાર્યવાહીની વાત કરી છે તો બીજી તરફ સામાજીક સંગઠનો મૃતકની વહારે આવ્યા છે અને તેના ન્યાય માટે લડત શરૂ કરી છે જો કે પોલિસે ઉગ્ર રજુઆત બાદ વિરોધને શાંત કર્યો છે પરંતુ પરિણામ લક્ષી તપાસ કે કાર્યવાહી નહી થાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારાઇ છે.