Home Special કચ્છનાં એસપી તરીકે એસટી બસમાં સફર કરનારા IPS એ.કે.સિંગ હવે દિલ્હીમાં DG...

કચ્છનાં એસપી તરીકે એસટી બસમાં સફર કરનારા IPS એ.કે.સિંગ હવે દિલ્હીમાં DG તરીકે ફરજ બજાવવા જશે

4632
SHARE

રાજ્યનાં સિનિયર IPS અધિકારી અને તાજેતરમાં જ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ માટે પસંદગી પામ્યા છે ત્યારે તેમના કચ્છમાં ફરાજકાળ દરમિયાન બનેલી કેટલીક રોચક અને સાહસિક ઓપરેશનવાળી વાતો અને કિસ્સા એવા છે જેને  હજુ પણ કચ્છના લોકો ભૂલ્યા નથી. કદાચ ગુજરાતના આ એવા અનોખા કહી શકાય એવા IPS અધિકારી હતા જે તેમના કામ માટે એસટી બસનો ઉપયોગ કરતા હતા. કોર્ટના કામ માટે જયારે તેમને વડોદરા જવાનું થતું હતું ત્યારે તે ભુજથી એસટી બસમાં બેસીને વડોદરા જતા હતા. જેટલી સાદગી સભર તેમની જીવન શૈલી હતી તેટલી જ એક પોલીસ અધિકારી તરીકેની તેમની કડક અને સાચા અર્થમાં ઝાબાંજ કહી શકાય તેવી કારકિર્દી પણ રહી છે. એટલે જ કદાચ તેમની અમદાવાદના કમિશનર તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ભૂકંપ ટાણે લોકોના રોષના ભોગ બનેલા કચ્છનાં કલેકટર કમલ દયાણીને એ.કે.સિંગએ તેમની ચેમ્બરમાં છુપાવી દીધા હતા

માત્ર કચ્છમાંથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત આરડીએક્સ પકડાવાની ઘટના પણ એ.કે.સિંગનાં કચ્છના એસપી તરીકેના કાર્યકાળ દરમિયાન બની હતી. જેમાં તેમણે તે વખતના કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ(એલસીબી)નાં ઇન્સ્પેકટર દિલીપ અગ્રઅવતની ટીમ દ્વારા ગડુલીના રણમાંથી 1999માં 24 કિલો આરડીએક્સ અને આધુનિક હથિયારોનો મોટો જથ્થો પકડ્યો હતો. અતુલ જોશી જેવા જવામર્દ અને તરવરિયા પોલિસ કોન્સ્ટેબલ જેવા સાથીઓની મદદથી જયારે એલસીબીનાં પીઆઇ અગ્રવાત રોટલા આપવાના બહાને ડુંગરોમાં વેશ બદલીને ગયા હતા ત્યારે એ.કે.સીંગે એસપી તરીકે ઓપરેશનને લીડ કર્યું હતું. ત્યારબાદ તો તેમણે તે પછીના વર્ષ 2000માં પણ પાકિસ્તાનથી ઉંટ ઉપર આવેલા શસ્ત્રોનાં એક મોટા કંસાઈનમેન્ટને પકડી પાડ્યું હતું. એસપીથી ડીઆઈજીનું પ્રમોશન મેળવ્યા પછી ફરી એક ભુજમાં આવ્યા ત્યારે સતત ત્રીજા વર્ષે 2001માં તો તેમણે કચ્છનાં તેમના જુના પોલીસનાં નેટવર્ક અને બાતમીદારોની મદદથી હાજીપીર પાસેથી ભારતમાં સૌથી પહેલો ઝડપાયેલો માનવામાં આવતું ટ્રેઇન આંતકી શાહ નવાજ ભટ્ટીને પકડ્યો હતો. મજબૂત કેસનાં કારણે ભટ્ટીને ભુજની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે આજીવન જેલમાં તબદીલ કરતા એ.કે.સિંગનાં કારણે જ ભટ્ટી હાલમાં અમદાવાદની જેલનાં સળિયા ગણી રહ્યો છે.
મારો કોન્સ્ટેબલ તંબુમાં રહે અને હું બંગલામાં કેમ રહી શકું ?
આમતો કચ્છમાં અત્યાર સુધી 35થી પણ વધુ IPS ડીએસપી કે એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે પણ એ.કે.સિંગની સરળતા અને પોતાના સ્ટાફ માટેની ભાવનાને કારણે કચ્છ પોલિસ બેડામાં આજે પણ તેમને આદરભાવથી યાદ કરવામાં આવે છે. ભૂકંપ વખતે જયારે ભુજમાં આવેલો એસપીનો સરકારી બંગલો તૂટી ગયો હતો ત્યારે એ.કે.સિંગ કચ્છના સારા માણસોમાં જેમની ગણતરી થતી હતી તેમના બંગલામાં રહેવાની ઓફર ઠુકરાવીને એક તંબુમાં બે દીકરી સાથે રહેતા હતા. મારો સ્ટાફ ટેન્ટમાં રહેતો હોય ત્યારે હું બંગલામાં કેમ રહી શકું એમ કહીને આદર સાથે તેઓ બંગલાની ઓફર ટાળી દેતા હોવાના કિસ્સા આજે પણ પોલીસના જુના માણસો યાદ કરે છે.
વડોદરામાં પત્રકારને મારી નાખનાર રાજુ રિસાલદારને એ.કે.સિંગએ ઠાર માર્યો હતો
એવું નથી કે મૂળ બિહારના એવા 1985ની બેચનાં IPS એ.કે.સિંગ કચ્છમાં આવ્યા ત્યારે જ આવી કામગીરી કરતા હતા. તેઓ કચ્છના એસપી તરીકે આવ્યા તે પહેલા વડોદરામાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા. તે વખતે વડોદરામાં ડોન તરીકે જાણીતા થયેલા રાજુ રિસાલદારનું નામ બહુ મોટું થયી ગયું હતું. એટલે તે વખતે વડોદરામાં ફરજ બજાવતા સિંગ ઉપરાંત અન્ય એક ડીસીપી ઈવા IPS અતુલ કારવાલની આંખમાં રીસાલદાર આવી જ ગયો હતો. દરમિયાન રિસાલદારે વડોદરાના સંદેશ અખબારના તંત્રી દિનેશ પાઠકને તેમની જ ઓફિસમાં ગોળી મારીને મારી નાખ્યા હતા. એટલે પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને સિંગ તથા કરવાલ બોમ્બે જઈને રાજુ રિસાલદારને પકડી આવ્યા હતા. વડોદરા લઇ આવતી વેળાએ હરણી પાસે જ્યારે રિસાલદારે ભાગી જવાની કોશીષ કરી તો એ.કે.સિંગ તથા અતુલ કરવાલએ એક પત્રકારની નિર્મમ હત્યા કરનારા રિસાલદારને સરકારી રિવોલ્વરની ગોળીથી ઢાળી દીધો હતો. સિંગનું તેમની કારકિર્દી દરમિયાનનું અત્યાર સુધીનું આ એક માત્ર એન્કાઉન્ટર છે.