ઐતિહાસીક મહત્વ છંતા તંત્રની દુર્લક્ષતાથી કચ્છમાં આજે અનેક એવી વિરાસતો વેરાન બની છે ત્યારે આવીજ એક વિરાસતનુ કલ્યાણ વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાને કર્યુ ભુજમાંજ રામમંદિર પાછળ આવેલ અને લોકોની આસ્થા સાથે જોડાયેલ રામકુંડ આમતો હમેશા તંત્રની ઉપેક્ષાનુ ભોગ બનતુ આવ્યુ છે અને માત્ર તહેવારો પુરતુ મહત્વ આ પ્રાચીન સ્થળનું રહ્યુ છે પરંતુ આજે જ્યારે રામનવમી છે ત્યારે તેની પુર્વ સંધ્યાએ કચ્છના સાંસદ ભુજ પાલિકા અને હિન્દુ-મુસ્લિમ સ્વૈચ્છિક સંગઠનોએ તેની સફાઇનું એક અનોખુ આયોજન કર્યુ હતુ રામકુંડ એક પ્રાચીન અને ભગવાન રામના યુગ સાથે જોડાયેલ એક ધાર્મીક સ્થળ છે અને તેની જાળવણીની જવાબદારી પુરાતત્વ વિભાગ પાસે છે પરંતુ તેમા સફાઇ અને અન્ય પ્રાથમીક જવાબદારી પાલિકાની છે પરંતુ ધાર્મીક અને પુરાતત્વીય મહત્વ છંતા પ્રવાસી અને હરિભક્તો રામકુંડની મુલાકાત બાદ નિરાશા સાથે જ પાછા ફર્યા છે જો કે આજે રામ નવમી છે ત્યારે તે પુર્વે ત્યા સ્વચ્છતા અભિયાન હાથ ધરી ફરી તેના ભવ્ય ભુતકાળ પરથી ઉપેક્ષાની ધુળ ખંખેરાઇ હતી જો કે નિયમીત સફાઇ અને પ્રાથમીક સુવિદ્યા અહી કાયમી રહે તે જરૂરી છે અને લોકો ઇચ્છી પણ રહ્યા છે કેમકે હેરિટેજ સાઇટ જેટલુ મહત્વ આ સ્થળનું છે અને આસપાસ અનેક ધાર્મીક સ્થળો આવેલા હોવાથી રામકુંડની મુલાકાતે અનેક લોકો આવવાનુ પસંદ કરે છે
સાંસદે પાલિકાને નિયમીત જાળવણી માટે વિનંતી કરી
ભગવાન રામ ભગવાન સ્વામિનારાયણના સંસ્મરણો આ કુંડ સાથે જોડાયેલા છે અને તેથીજ સમયાંતરે ધાર્મીક સ્વૈચ્છિક સંસ્થા તેમા સફાઇ અને પ્રવિત્રતા જાળવવા પ્રયત્નો કરતા હોય છે ત્યારે સફાઇ અભિયાન દરમિયાન જ લોકોની રજુઆત પછી સાંસદ વિનોદ ચાવડાએ પાલિકા પ્રમુખને કાયમી સફાઇ સહિત જાળવણી માટે વિનંતી કરી યોગ્ય અને કાયમી સ્થળના રક્ષણની હૈયાધારણા આપી હતી
શુ હતુ વિશેષ અને શુ ઇચ્છા હતી શ્રધ્ધાળુઓની
આમતો અનેક એવા કાર્યક્રમ અને રામકુંડની જાળવણી માટેના કાર્યો રજુઆતો થઇ પરંતુ આજે રાજકીય આગેવાન તંત્ર સાથે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ પણ સફાઇના જોડાઈ રામનવમી એ અમનનો સંદેશો આપ્યો હતો જો કે નિયમીત શ્રધ્ધા સાથે આવતા લોકો ઇચ્છી રહ્યા છે કે માત્ર દેખાવ ખાતર નહી પરંતુ કાયમી આ સ્થળની ભવ્યતા તેના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી લાગણીઓની રક્ષા થાય અને વિકાસ નહી તો કઇ નહી પરંતુ જે છે તે જળવાય જો કે જોવું એ અગત્યનું રહેશે કે રામનવમી બાદ ખરેખર કોઇ નવા તહેવારે ફરી આ કુંડને યાદ કરાશે કે પછી સ્વચ્છતા અમન અને વચનોનો શરૂ થયેલ યજ્ઞ રામ કુંડને ફરી જીવંત બનાવશે