માંડવી તાલુકાના કાઠડા રસ્તે આવેલી એરસ્ટ્રીપ ખાતે દેશભક્તિ ફિલ્મ `ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું શૂટિંગ થશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેના માટે હાલમાં 60થી 70 વ્યકિતઓનો કાફલો વ્યસ્ત બન્યો છે પાકિસ્તાન ભારત વચ્ચે 1971-72ના યુદ્ધમાં માધાપરની વિરાંગનાઓનો ઇતિહાસ દર્શાવતી આ ફિલ્મના હીરો અજય દેવગણ, સોનાક્ષી સિંહા સહિત બોલીવુડના કલાકારો કાઠડા ગામે શૂટિંગ માટે આવ્યા છે 15થી 20 દિવસ સુધી ચાલનારા આ શૂટિંગમાં અન્ય સ્ટાર કલાકારો પણ જોડાશે હાલમાં આ ફિલ્મના’ શૂટિંગ માટે વિમાન અને કિલ્લાનો સેટ તૈયાર કરવા રાત-દિવસ મોટો કાફલો કામે લાગ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કાઠડા વિજયવિલાસ તથા આજુબાજુના વિસ્તારમાં `લગાન’ `હમ દિલ દે ચૂકે સનમ’ સહિતની સફળ ફિલ્મોનું પણ શૂટિંગ થઈ ચૂક્યું છે.