શાળાઓમાં ઉજવાતા પ્રવેશોત્સવ વચ્ચે બાળકોને ભણાવનારા શિક્ષકો જ ન હોય તો શું કરવું? ભચાઉના આંબલિયારા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ અને પૂરતા કલાસ રૂમ ન હોવાથી ગ્રામજનોએ શાળા ને તાળાબંધી કરી ધરણા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અનેકવાર શિક્ષણ વિભાગને રજુવાત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં બાળકોને શિક્ષણકાર્યથી દુર રાખીને વાલીઓએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ ઘટનાને પગલે પોલીસ આંબલિયારા ગામે ધસી ગઈ હતી
જોકે, આથી અગાઉ પણ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તેમજ ચૂંટાયેલા સદસ્યો દ્વારા અવારનવાર રજૂઆતો થતી રહે છે પણ, કચ્છમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિસ્થિતિ હજી સુધરતી નથી એ કડવી વાસ્તવિકતા છે.