Home Social મુન્દ્રાની જન સેવા સંસ્થાની હેલ્પલાઇન ફરી એક વાર ગુમ થયેલા યુવાનને શોધી...

મુન્દ્રાની જન સેવા સંસ્થાની હેલ્પલાઇન ફરી એક વાર ગુમ થયેલા યુવાનને શોધી કાઢવામાં આશીર્વાદ રૂપ સાબિત થઈ

697
SHARE
જન સેવા દ્વારા સોશિયલ મીડિયા પર યુવાનની તસવીર અને વિગત શેર થયા બાદ પરીવારજનોથી સંપર્ક થયૉ હતો. મુન્દ્રાના વ્હોરા કોલોનીમાં રહેતા યુસુફ ભાઈ ઇનાયતઅલી વ્હોરા ગઈ કાલે સાંજે ઘેરથી ક્યાંક ચાલ્યા ગયા હતા અને રાત્રિના શોધખોળ બાદ તેમના પરીવારજનોઍ આજે સવારે જન સેવાના રાજ સંઘવીનો સંપર્ક સાધ્યો સંસ્થા દ્વારા ગુમ થયેલા યુસુફ ભાઈ ની તસવીર અને વિગત સોશિયલ મીડિયા માં શેર કરાયા બાદ ઍ તસવીર જોતા જ મુન્દ્રાની સરકારી હોસ્પિટલના ઉત્સાહી તબીબ ડૉ મનોજ ભાઈઍ જન સેવા ની હેલ્પલાઇન પર ફોન કરી ઍ યુવાન ને ઇજાગ્રસ્ત હાલત માં ભુજ જનરલ હોસ્પિટલ માં રિફર કર્યો હોવાનું જણાવ્યું હતું.
આ અંગે ડૉ મનોજ ભાઈ ઍ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત રાત્રિ ના 9-30વાગ્યાના અરસામાં એક અજાણ્યા યુવાનને કોઈ વાહન ચાલકે ટક્કર મારતા ઍ ભાઈ રસ્તા માં ઇજા પામેલા જોવા મળ્યા હતા અને રાત્રિના ત્યાંથી પસાર થતા રતાડિયા ગામના સરપંચ હસણ ભાઈ કુંભારે ત્યાંથી 108ને ફોન કરતાં 108 ના કલ્પેશભાઈ પટેલ ઍ યુવાનને મુન્દ્રા જનરલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને ડૉ મનોજ ભાઈ ઍ પ્રાથમિક સારવાર આપી ભુજ રિફર કર્યા હતા ..બાદ માં આજે સવારે જન સેવાઍ ઍ યુવાનના પરિવાર જનો ને જાણ કરતાં ભુજ ના સંબંધી જનરલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને રાત્રિ ના અકસ્માતગ્રસ્ત મળી આવેલા ઍ યુવાન યુસુફભાઈ વ્હોરા (ઉમર 40)હોવાનું સ્પષ્ટ થયું હતું.
યુસુફ ભાઈ ના પરીવારજનો ઍ જન સેવા સંસ્થા,તબીબ ડૉ. મનોજ ભાઈ દવે,રતડિયા ગ્રામ પંચાયતના સરપંચ હસણ ભાઈ કુંભાર અને 108 ના કલ્પેશ ભાઈ પટેલ નો આભાર માન્યો હતૉ.
નોંધનીય બાબત ઍ છે કે જન સેવા ને ગુમ થયેલા યુસુફ ભાઈની વિગતો મળતા પ્રથમ મુન્દ્રા વ્હોરા સમાજ્ના શબ્બીર ભાઈ વ્હોરા (ગોલ્ડન ટ્રાન્સપોર્ટ )ને માહિતી આપી હતી અને શબ્બીર ભાઈઍ ભુજમાં સમાજ્ના અગ્રણીઓ ને કહેતા યુસુફ ભાઈ ભુજની જનરલ હોસ્પિટલમાં મળી આવ્યા હતા અને તેમને જમણા પગ માં ફ્રેકચર છે અને હાલ તબિયત સુધારા પર છે.