પશ્ચિમ રેલવે દ્વારા વરસાદને કારણે આજની તા: ૪/૮/૧૯ ની રવિવારની બન્ને તરફની ટ્રેનો રદ્દ કરી નાખતા સેંકડો પ્રવાસીઓ અટવાયા છે જોકે, વરસાદને કારણે આ ટ્રેન વ્યવહાર અટકાવવાની પશ્ચિમ રેલવેને ફરજ પડી છે રવિવારની વહેલી સવારથી જ મુંબઈ ઉપરાંત ગુજરાતના સુરત, બીલીમોરા તરફ પડેલા ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે અમલસાડ અને બીલીમોરાની વચ્ચે રેલવે ટ્રેક ઉપર તેમજ રેલવે ટ્રેકના પુલ ઉપર પાણી ભરાયા છે પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો છે આજે તા/૪/૮ ની રાત્રે ભુજથી બાંદ્રા જતી કચ્છ એક્સપ્રેસ અને ભુજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસ બન્ને કેન્સલ કરાઈ છે તો, એજ રીતે આજે તા/૪/૮ ના મુંબઈથી ઉપડનાર બાંદ્રા ભુજ વચ્ચેની કચ્છ એક્સપ્રેસ ટ્રેન તેમજ રાત્રે ૧૨ વાગ્યે ઉપડતી બાંદ્રા ભુજ વચ્ચેની એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને કેન્સલ કરાઈ છે તો, ગઈકાલે ૩/૮ ના રાત્રે ભુજથી દાદર જવા ઉપડેલી સયાજીનગરી એક્સપ્રેસને આજે રવિવારે સવારે નવસારી અટકાવી દેવાઈ હતી આમ તો, સયાજીનગરી ટ્રેન ફરી આજે સાંજે નવસારીથી ભુજ આવવા ઉપડવાની હતી પણ તેને કેન્સલ કરી દેવાઈ હતી આમ, રવિવારે કચ્છ મુંબઈ કચ્છ બન્ને તરફની ટ્રેનો કેન્સલ થઈ છે જોકે, જે રીતે હજી ભારે વરસાદની ચેતવણી છે એ જોતાં હાલે પ્રવાસીઓએ રેલવે પ્રવાસ કરતા પહેલા વરસાદની પરિસ્થિતિ તેમજ ટ્રેનનું શિડયુઅલ જાણી લીધા પછી જ નીકળવું સલામતી ભર્યું છે શક્ય બને તો, રેલવે વ્યવહાર બરાબર પૂર્વવત થાય પછી જ પ્રવાસ કરવો જોઈએ.