Home Current હવે, ભુજની અદાણી જીકે હોસ્પિટલમાં નિષ્ણાત ન્યુરો સર્જનની સેવા શરૂ – મગજમાં...

હવે, ભુજની અદાણી જીકે હોસ્પિટલમાં નિષ્ણાત ન્યુરો સર્જનની સેવા શરૂ – મગજમાં ઇજા, ગાંઠ, લકવા, અકસ્માતના દર્દીઓની થઈ શકશે સારવાર

1314
SHARE
અદાણી સંચાલિત કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ જીકે જનરલમાં સુપર સ્પેશિયાલિસ્ટ નિષ્ણાત તબીબોની સેવાઓ શરૂ કરવાની સતત રજૂઆતો બાદ હવે આ દિશામાં અદાણી ગેઈમ્સ દ્વારા એક મહત્વની પહેલ કરાઈ છે આજથી અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની સેવાનો પ્રારંભ કરાયો છે હોસ્પિટલના મેડિકલ સુપ્રી. ડો. એન. એન. ભાદરકા, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ડો. અરુણકુમાર કન્નર, અધિક મેડી. સુપ્રી. ડો. નરેન્દ્ર હીરાણીની ઉપસ્થિતમાં અદાણી જીકે હોસ્પિટલના રૂમ નંબર ૪૮માં ન્યુરો સર્જરીના વિભાગને ખુલ્લો મુકાયો હતો ન્યુરો સર્જન તરીકે ડો. ભાવિન પટેલ પોતાની સેવાઓ આપશે ન્યુરો સર્જરી ક્ષેત્રના ભીષ્મ પિતામહ ડો. બી. રામમૂર્તિ દ્વારા શરૂ કરાયેલ વોલીટરી હેલ્થ હોસ્પિટલમાં ૬ વર્ષ અભ્યાસ કરનારા ડો. ભાવિન પટેલ દર્દીઓનું ચેકઅપ અને સારવાર કરશે પ્રથમ જ વખત હવે કચ્છની સરકારી હોસ્પિટલમાં ન્યુરો સર્જરીને લગતા રોગ મગજની ગાંઠ (બ્રેઈન ટ્યુમર), ઈજાઓ, પાણી ભરાવવું, નસ ફાટવી, લકવા, મગજને લગતા અન્ય રોગની સારવાર થશે આ અંગે અવારનવાર રજૂઆતો થતી રહેતી હતી તાજેતરમાં જ યુવા સામાજિક આગેવાન મિતેશ શાહ દ્વારા પણ અદાણી જીકે. ના મેડિકલ સુપ્રી.ડો. એન. એન. ભાદરકા સમક્ષ ન્યુરો સર્જરી તેમજ કાર્ડિયાક વિભાગ શરૂ કરવા રજુઆત કરાઈ હતી અદાણી ગેઇમ્સની આ સેવાને આવકારીને મિતેશ શાહે જણાવ્યુ હતું કે હવેથી કચ્છના દર્દીઓને રાજકોટ કે અમદાવાદના ધક્કા બચશે કાર્ડિયાક માટેની સેવાઓ પણ ઝડપભેર શરૂ થશે એવી આશા વ્યક્ત કરી છે ન્યુરો સર્જન ડો. ભાવિન પટેલ અદાણી જીકેમાં દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી મળશે તો, તાવના દર્દી માટે પણ ભુજની અદાણી જીકે હોસ્પિટલ મધ્યે રૂમ નંબર ૬ મધ્યે અલગ વિભાગ શરૂ કરાયો છે જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને વાયરલ તાવના દર્દીઓનું ચેકઅપ તેમજ સારવાર થશે.