Home Current કચ્છ મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર સોમવારથી થશે રેગ્યુલર – ધ્રાંગધ્રા પાસે ધોવાયેલો...

કચ્છ મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર સોમવારથી થશે રેગ્યુલર – ધ્રાંગધ્રા પાસે ધોવાયેલો રેલવે ટ્રેક રીપેર

1668
SHARE
વરસાદને કારણે અટકી ગયેલો કચ્છ મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર સોમવાર તા/૧૨/૮/૧૯ થી પૂર્વવત થઈ જશે. શનિવારે ભારે વરસાદને પગલે ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થયું હતું જેને કારણે શનિવાર અને રવિવારે કચ્છ અને મુંબઈ બન્ને તરફની ટ્રેનોની અવરજવર અટકાવી દેવાની ફરજ પડી હતી પણ, પશ્ચિમ રેલવે દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરાયુ હતું જે પૂર્ણ થવામાં હોઈ રેલવે દ્વારા સોમવાર તા/૧૨/૮ થી કચ્છ અને મુંબઈ બંને તરફની ટ્રેનો ફરી શરૂ થઈ જશે એટલે, સોમવારે ભુજથી મુંબઈ તરફ જનારી ટ્રેનો તેમના નિયત ટાઇમટેબલ પ્રમાણે ઉપડશે એજ રીતે સોમવાર તા/૧૨/૮ ના મુંબઈના દાદર અને બાંદ્રા થી ભુજ તરફ આવતી ટ્રેનો તેમના નિયત ટાઇમટેબલ પ્રમાણે ઉપડશે જોકે, કચ્છ સંબધિત ટ્રેનો માટેની વ્યવસ્થિત જાણકારી લોકોને મળી રહે તે માટે કચ્છ પ્રવાસી સંઘ (મુંબઈ), કચ્છી સમાજ ઉપયોગી સંદેશ (મુંબઈ) અને ભુજના સામાજિક અગ્રણી પ્રબોધ મુનવર દ્વારા વ્હોટ્સએપ મેસેજ સાથે લોકોને સતત જાણકારી આપવામાં આવે છે કચ્છ મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહાર અંગે રેલવે પ્રવાસીઓ અંગે વધુ પૂછપરછ કરવા આ મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી શકે છે અમદાવાદ (ડીઆરએમ ઓફિસ) લેન્ડલાઈન નંબર 079-22147997, ગાંધીધામ (એઆરએમ ઓફિસ) મોબાઈલ નંબર 9724009227 દરમ્યાન શુક્ર અને શનિવાર એમ સતત બે દિવસ વરસ્યા બાદ રવિવારથી કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધો છે.