આજે તા/૪/૯ ના મુંબઈમાં પડેલા અતિ ભારે વરસાદની કચ્છ અને મુંબઈના ટ્રેન વ્યવહાર ઉપર અસર થઈ છે. ગઈકાલે ૩/૯ મંગળવારે ભુજ-ગાંધીધામથી બાંદ્રા જવા ઉપડેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન આજે મુંબઈમાં વિરાર સ્ટેશને અટકાવી દેવાઈ હતી. વિરાર, નાલાસોપારા અને વસઈ સ્ટેશન વચ્ચે રેલવે પાટા ઉપર પાણી ભરાઈ જતાં ટ્રેન આગળ વધી શકે તેમ ન હોઇ ટ્રેનને વિરાર ખાતે જ રોકી દેવાઈ હતી. પોતાના નિયત સમય કરતાં ઘણી મોડી પડેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેનથી પ્રવાસીઓની હાલત કફોડી થઈ હતી. જોકે, વિરાર મધ્યે સંભવનાથ જૈન દેરાસર દ્વારા તરુણ વોરા અને કચ્છી સમાજના કાર્યકરો દ્વારા કચ્છ એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓને નાસ્તા માટેની તેમજ પ્રવાસીઓને વિરારમાં ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ગઇકાલની તા૩/૭ ની ભુજથી દાદર જવા ઉપડેલી સયાજીનગરી ટ્રેનને દહાણું સ્ટેશને આજે સવારે ૪/૭ ના જ અટકાવી દેવાઈ હતી.
જાણો આજની ૪/૭ બુધવારની ટ્રેનની શું છે પરિસ્થિતિ?
આજે ૪/૭ ના બુધવારે ભુજથી બાંદ્રા જતી કચ્છ એક્સપ્રેસ નિયમિત સમયે ૮/૧૫ વાગ્યે અને ભુજથી દાદર જતી સયાજીનગરી ટ્રેન નિયમિત સમયે ૧૦/૨૫ વાગ્યે નિયમિત સમયે ઉપડશે. જોકે, મુંબઈમાં તેમાંયે ખાસ કરીને પાલઘર, વિરાર, નાલાસોપારા અને વસઈમાં ગઈકાલ તા/૩/૭ થી આજ ૪/૭ એમ મંગળ-બુધ બે દિવસમાં ૨૫ ઇંચ ભારે વરસાદ પડી ચુક્યો છે. રેલવેના પાટા ઉપર પાણી ફરી વળ્યાં છે. પાટા દેખાતા નથી. વળી, હજીયે બે દિવસ મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે. એટલે આજની તા/૪/૭ ની કચ્છથી મુંબઈ જવા ઉપડેલી બન્ને ટ્રેનો ક્યાં સુધી જશે એ નક્કી નથી. જો, વરસાદ હશે અને રેલવે પાટા ઉપર પાણી ભરાયેલા હશે તો બન્ને ટ્રેનો અધવચ્ચે અટકી શકે છે. એટલે પ્રવાસીઓએ સાવધાની સાથે નીકળવું હિતાવહ છે. આજની તા/૪/૭ ની સયાજીનગરી દહાણું સ્ટેશનેથી સાંજે ૪/૪૭ વાગ્યે અને કચ્છ એક્સપ્રેસ ટ્રેન વિરાર સુધી અટકી ગયા બાદ વાપીથી પરત કચ્છ આવવા રાત્રે ૮/૧૯ વાગ્યે ઉપડી છે. જે ગુરુવાર ૫/૯ ના સવારે નિયત સમયે ભુજ પહોંચશે.