Home Current ભુજમાં બર્નિંગ કારે સર્જ્યો ભય – સંતોષી માતાના મંદિર પાસે કારમાં એકાએક...

ભુજમાં બર્નિંગ કારે સર્જ્યો ભય – સંતોષી માતાના મંદિર પાસે કારમાં એકાએક આગ ભભૂકતા લોકોમાં ગભરાટ

796
SHARE
આજે રાત્રે ભુજના જાહેરમાર્ગ ઉપર એક કારમાં લાગેલી આગે લોકોમાં ગભરાટ સર્જ્યો હતો. આજે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં ભુજના ઈન્દ્રાબાઈ પાર્કથી જ્યુબિલી ગ્રાઉન્ડ જતાં જાહેર રસ્તા ઉપર સંતોષી માતાના મંદિર પાસે આવેલી ઉષા એજન્સી નામના શોરૂમ પાસે ઉભેલી કારમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં રસ્તા ઉપર ઉભેલી ઇન્ડીકા કારમાં એકાએક આગના ગોટેગોટા સાથે ધુમાડા નીકળ્યા હતા જેના કારણે લોકો, વાહનચાલકો અને આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. આગ કેમ લાગી એ વિશે કોઈ પણ પ્રકારની પ્રાથમિક માહિતી મળી નથી. જોકે, આગ દરમ્યાન કોઈ પણ પ્રકારના અન્ય નુકસાનના સમાચાર નથી. જોકે, ભડભડ સળગતી કાર આગને કારણે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આગની ઘટનાની જાણ થયા બાદ તુરત જ ભુજ નગરપાલિકાની ફાયરફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.