Home Current દિવાળી વેકેશનથી ક્રિસમસ, મુંબઈ કચ્છ વચ્ચે વધારાની ૧૮ સ્પેશિયલ અપ-ડાઉન ટ્રેન દોડશે...

દિવાળી વેકેશનથી ક્રિસમસ, મુંબઈ કચ્છ વચ્ચે વધારાની ૧૮ સ્પેશિયલ અપ-ડાઉન ટ્રેન દોડશે – બુકીંગ શરૂ, પેન્ટ્રીકારની સુવિધા, જાણો સ્પે. ટ્રેનનું ટાઇમટેબલ

3375
SHARE
મુંબઈ થી કચ્છ અને કચ્છ થી મુંબઈ વચ્ચે રેગ્યુલર દોડતી ટ્રેનોમાં ટીકીટોનું વેઈટિંગ લિસ્ટ લાંબુ છે. જોકે, પ્રવાસીઓનો ધસારો વધુ છે, એ જોઈને કચ્છની સંસ્થાઓ દ્વારા સતત પશ્ચિમ રેલવે સમક્ષ રજૂઆતો કરાઈ હતી. જેને પગલે હવે દિવાળી થી ક્રિસમસ વેકેશન સુધી મુંબઈ અને કચ્છ વચ્ચે કુલ ૧૮ ટ્રેનો અપ ડાઉન કરશે. આ તમામ ટ્રેનો સુપરફાસ્ટ હશે અને તે બાંદ્રાથી ગાંધીધામ અને ગાંધીધામથી બાંદ્રા વચ્ચે દોડશે. આ સ્પેશ્યલ ટ્રેન મુંબઈ કચ્છ વચ્ચેનું અંતર માત્ર સાડા તેર થી ચૌદ કલાક માજ કાપશે.

જાણો સ્પેશિયલ ટ્રેનની તારીખો અને સમય

બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે દોડનારી ટ્રેનોનું રિઝર્વેશન બુકીંગ ૯/૧૦/૧૯ બુધવારથી શરૂ થઈ ગયું છે. આ ટ્રેનોની ડિટેઇલ્સ આ પ્રમાણે છે. આ સ્પેશિયલ સુપર ફાસ્ટ ટ્રેન બાંદ્રાથી ટ્રેન મોડી રાત્રે ૦૦.૨૫ વાગ્યે ઉપડીને ગાંધીધામ બીજે દિવસે બપોરે ૧૩/૫૦ વાગ્યે પહોંચશે. જ્યારે વળતા આ ટ્રેન ગાંધીધામથી સાંજે ૧૬/૩૫ વાગ્યે ઉપડીને બીજે દિવસે સવારે ૬/૧૫ વાગ્યે બાંદ્રા પહોંચશે.  બાંદ્રા થી ૯ ટ્રેન ગાંધીધામ માટે દોડશે, જ્યારે રિટર્ન પ્રવાસમાં ગાંધીધામથી ૯ ટ્રેન બાંદ્રા માટે દોડશે. એટલે અપ અને ડાઉન એમ બન્ને મળીને ૧૮ ટ્રેન દોડશે.
બાંદ્રાથી ગાંધીધામ વચ્ચે ટ્રેન નંબર ૦૯૦૪૩ તા/૧૯/૧૦, ૯/૧૧, ૧૬/૧૧, ૨૩/૧૧, ૩૦/૧૧ દરમ્યાન જ્યારે ટ્રેન નંબર ૮૨૯૪૩ બાંદ્રા ગાંધીધામ વચ્ચે તા/ ૨૬/૧૦, ૨/૧૧, ૨૧/૧૨ અને ૨૮/૧૨ દરમ્યાન દોડશે. વળતી ટ્રીપની વાત કરીએ તો ગાંધીધામથી બાંદ્રા વચ્ચે ટ્રેન નંબર ૦૯૦૪૪ તા/૧૯/૧૦, ૨૬/૧૦, ૧૬/૧૧, ૨૩/૧૧, ૩૦/૧૧ દરમ્યાન જ્યારે ટ્રેન નંબર ૮૨૯૪૪ ગાંધીધામ બાંદ્રા વચ્ચે ૨/૧૧, ૯/૧૧, ૨૧/૧૨, ૨૮/૧૨ દરમ્યાન દોડશે.
આ ટ્રેનની અંદર ચા નાસ્તા અને જમવા માટે રેલવેની પેન્ટ્રી કાર હશે. જ્યારે ટ્રેનના કોચ વિશેની વાત કરીએ તો, જનરલ, સ્લીપર કલાસ, એસી ૩ ટાયર અને એસી ટુ ટાયર હશે. આ ટ્રેન બાંદ્રા ગાંધીધામ બાંદ્રા વચ્ચે બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામખીયાળી અને ભચાઉ સ્ટેશને ઉભી રહેશે.